ઐતિહાસિક નિર્ણયને લઈને વેપારીઓ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
ઊંઝા ગંજબજારમાં જીએસટી કાઉન્સિલ દ્રારા ઈસબગુલ પર શૂન્ય ટકા જીએસટી દર નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવતા વેપારીઓમાં ખુશી છવાઈ છે. વેપારીઓએ આજે ઊંઝા એપીએમસી આગળ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. તેમજ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. જીએસટી કાઉન્સિલ દ્વારા ઈસબગુલના સપ્લાય પર તે તાજા, ચિલ્ડ, ફ્રોઝન કે સૂકા – ગમે તે સ્વરૂપમાં હોય, તેના પર શૂન્ય ટકા દર નક્કી કરવાનો એક અત્યંત મહત્વપૂર્ણ અને વેપારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જીએસટીના તમામ ઉચ્ચ અધિકારીનો આભાર વ્યકત કર્યા હતો.






