રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝન શરૂ થતા હાઇવે પર ટ્રેક્ટરો દોડતા થયા

બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝન શરૂ થતા હાઇવે પર ટ્રેક્ટરો દોડતા થયા
બનાસકાંઠા પોલીસ દ્વારા હાઇવે બટાકા ના કટ્ટા ભરી જતાં ટ્રેકટર ચાલકો માટે સુચના આપવામાં આવી ટ્રેક્ટરો ની ટોલી પાછળ ફરજિયાત રેડીયમ પટ્ટી લગાવવી અને રોગ સાઇડ માં ચલાવવા પર કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝન ની કામગીરી શરૂ થઈ છે. જેમાં ખાસ કરીને બટાકાની સિઝનને લઈ રસ્તાઓ પર બટાકાના કટ્ટા ભરી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા ટ્રેક્ટર જતા હોય છે. પરંતુ આ ટ્રેક્ટરો ની પાછળ લગાવેલ ટોલીમાં પાછળના ભાગે કોઈ ડીપર લાઈટની સુવિધાઓ ન હોવાને કારણે રાત્રિ દરમિયાન પાછળ થી આવતા વાહનો ને આગળ જતાં ટ્રોલી સાથે નું ટ્રેક્ટર સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી જેથી અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન દ્વાર ટ્રેક્ટર ચાલકો માટે એક સુચના જાહેર કરી છે જેમાં ટ્રેક્ટર ચાલકોને ટ્રોલી પાછળ ફરજિયાત રેડિયમ પટ્ટી લગાવવાની રહશે જેથી રાત્રી દરમિયાન અન્ય વાહન ચાલકો જોઈ શકે આ ઉપરાંત રોંગ સાઈડમાં ટ્રેક્ટરનો ન ચલાવવા ની પણ સુચના આપવામાં આવી છે. તેમ છતાં હાઇવે ઉપર નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેવા ટ્રેક્ટર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેક્ટરોમાં મોટા અવાજે સાઉન્ડ વાગતા હોય છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે; બનાસકાંઠા જિલ્લામાં બટાકાની સીઝન શરૂ થઈ છે ત્યારે ટ્રેક્ટરના ડ્રાઇવરો દ્વારા ટ્રેક્ટરમાં મોટા પ્રમાણમાં સાઉન્ડ સિસ્ટમ સેટ કરાવી હાઇવે અને રસ્તાઓ ઉપર મોટાભાગે સાઉન્ડ વગાડતા હોય છે તેના કારણે ધ્વનિ પ્રદૂષણની સાથે અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા મોટા અવાજે સાઉન્ડ વગાડતાં ટ્રેક્ટર ચાલકો સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. પોલીસ ની સુચના હોવા છતાં હાઇવે પર અનેક ટ્રેક્ટરો રોગ સાઇડમાં જતા હોય છે; બનાસકાંઠા જિલ્લાના હાઇવે પર અકસ્માતો નું પ્રમાણ નિવારી શકાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવા માં આવે છે તેમ છતાં હાઇવે પર ચાલતા વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી જેમાં અત્યારે બટાટા ની સિઝન ચાલતી હોવાથી અનેક ટ્રેક્ટર માલિકો હાઇવે પર પણ રોગ સાઇડ માં ટ્રેક્ટર ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર