રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ

કાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ

 કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે 12 ઓગષ્ટને બુધવારના રોજ સવારે વિકસિત ભારતના સંકલ્પ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. ખીમાણા હાઈસ્કૂલથી પ્રસ્થાન થયેલ તિરંગા યાત્રામાં કાંકરેજ મામલતદાર -કાંકરેજ ટીડીઓ - શિહોરી પોલીસ સ્ટેશનના પી.આઇ - પોલીસ સ્ટાફ - જીઆરડી જવાનો સહિત કાંકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ ખીમાણા હાઈસ્કૂલ - ખોડા હાઈસ્કૂલ અને આજુબાજુની શાળાના બાળકો તેમજ લોકો જોડાયા હતા.

 ડીજેના તાલે દેશભક્તિના માહોલ વચ્ચે નીકળેલી તિરંગા યાત્રામાં ભારત માતાકી જય - હર ઘર તિરંગા - ઘર ઘર તિરંગાના નાદ  ગુંજી ઉઠ્યા હતા. સવારે 8 વાગ્યે ખીમાણા હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રા ખીમાણા હાઇવે ચાર રસ્તાથી પરત ફરી ખીમાણા હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપ્યું હતું.

ટેગ્સ:#Khimana

સંબંધિત સમાચાર