રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

આ રાખડી માત્ર શણગાર નહીં સખી મંડળની આવકનો આધાર...!

આ રાખડી માત્ર શણગાર નહીં સખી મંડળની આવકનો આધાર...!

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામ ખાતે બનાવાતી રાખડી માત્ર શણગારની વસ્તુ નથી રહી, પરંતુ સ્ત્રીઓ માટે આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાવલંબનનું પણ મજબૂત સાધન બની છે. જય ખોડિયાર સખી મંડળ ગામની મહિલાઓના સંગઠન દ્વારા ચાલે છે. મંડળના સભ્યોએ પોતાની કલાત્મક કળાને અર્થસભર બનાવી છે. તેઓ રાખડી, લૂમ્બા, અને અન્ય રક્ષાબંધન સંબંધિત હેન્ડમેડ શણગારવસ્તુઓ તૈયાર કરે છે. રાખડી બનાવવા માટે તેઓ રંગીન દોરા, મોતી, શણગાર સામગ્રી અને નવીન ડિઝાઇનનો ઉપયોગ કરે છે. આ સખી મંડળ માત્ર હસ્તકલા સુધી મર્યાદિત નથી, પરંતુ વેચાણ માટે સ્થાનિક બજાર, મેળાઓ તેમજ લોકલ શાળાઓ અને ટાઉન વિસ્તારોમાં પોતાની રાખડીઓ વેચીને સારી આવક પણ ઉત્પન્ન કરે છે. કેટલીક બહેનો તો ઓનલાઈન પ્લેટફોર્મ અને વોટ્સએપ દ્વારા પણ ઓર્ડર લે છે, જે મહિલાઓની તકનીકી સમજદારી અને નવી દિશામાં આગળ વધવા માટેની તત્પરતા દર્શાવે છે. આ કાર્ય સાથે મહિલાઓ પોતાના પરિવારને આર્થિક સહારો આપી રહી છે. અગાઉ ઘરમાં કામકાજ સાથે મર્યાદિત રહેલી મહિલાઓ હવે ગ્રુપમાં એકબીજાને સહકાર આપીને પોતાનો આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિકસાવી રહી છે. આ સખી મંડળ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. રાખડીના વેચાણથી પ્રથમ વર્ષે તેમને ૪૦,૦૦૦ અને બીજા વર્ષે ૬૦,૦૦૦ ની આવક પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે તેમને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીની આવક થશે એમ જણાવ્યું હતું. મંડળના પ્રયાસોથી સમગ્ર ગામમાં મહિલા શક્તિ માટે એક નવી ઉર્જા જાગૃત થઇ છે. આવું કાર્ય અન્ય ગામોની મહિલાઓ માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે  શહેરમાં રાખડીની માંગ વધી જાય છે, ત્યારે ચોરીવાડની બહેનો કહે છે – “આ રાખડી માત્ર બંધન નથી, તે અમારો શ્રમ છે અને સશક્તિની દોર છે. આજે જય ખોડીયાર સખી મંડળનો પ્રયાસ માત્ર રાખડી બનાવવા પૂરતો નથી રહ્યો – તે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ગયો છે.

સંબંધિત સમાચાર