રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા17 ઑક્ટોબર, 2025| Super Admin

તહેવારોની હારમાળા : રમા એકાદશી અને વાઘબારસથી દીપોત્સવીના પર્વનો પ્રારંભ

તહેવારોની હારમાળા : રમા એકાદશી અને વાઘબારસથી દીપોત્સવીના પર્વનો પ્રારંભ
આવતીકાલે ધનતેરસનું પર્વ ઉજવાશે સોના ચાંદીના દાગીના સહિત અન્ય વસ્તુઓની ખરીદી થશે ડીસા શહેર જિલ્લાની બજારોમાં છેલ્લી ઘડીએ દિવાળીની ધરાકી જોવા મળી વિક્રમ સવંત ૨૦૮૧ ના વર્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પર્વની શરૂઆત થઇ ચૂકી છે જેને લઇ બજારોમાં પણ ધીરે ધીરે રોનક જોવા મળી રહી છે આ વર્ષે સતત વધતી જતી મોંઘવારી ની અસર પણ બજારો પર વર્તાઇ છે જેથી શરૂઆતમાં બજારોમાં દિવાળી જેઓ માહોલ જોવા મળ્યો ન હતો પરંતુ જેમ જેમ દિવાળીના તહેવારો નજીક આવતા ગયા તેમ બજારોમાં પણ છેલ્લી ઘડીએ ખરીદી માટેની ધરાકી ખોલી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ગઈકાલે રમા એકાદશી અને આજે વાઘબારસથી શરૂ થયેલ દીપોત્સવી ના તહેવારો ને લઇ બજારમાં વિવિધ દુકાનદારો જેવા કે રેડીમેડ કાપડ કરિયાણા સ્ટોર સોના-ચાંદી દુકાનો સજાવટની દુકાનો ફરસાણ અને મીઠાઈની દુકાનો વગેરે સ્થળ પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા વર્ષ નો સૌથી મોટો તહેવાર દિવાળીને લઇ બજારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અને વેપારીઓના ચહેરા પર દીવાળી ના તહેવાર ને લઇ સ્મિત જોવા મળતુ હોય છે પરંતુ દરેક વસ્તુ ના વધતા જતા ભાવો અને મંદી ના માહોલ વચ્ચે લોકો અને વેપારીઓ ને પણ મુંઝવતા કરી મુક્યા છે ત્યારે હવે દીવાળી નો તહેવાર જેમજેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જિલ્લામાં દિવાળીના તહેવારને લઇ રોનક છવાઇ રહી છે ત્યારે આવતીકાલે ધનતેરસનું પર્વ પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત રીતે ઉજવાશે ધનતેરસનું પર્વ ધન પૂજન અને ધન્વતરી પૂજન નો મહિમા રહેલો છે ભારતીય સંસ્કૃતિ માં આ દિવસને શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે જેને લઇ આજના દિવસે સોના ચાંદીના દાગીના તથા લક્ષ્મીજીના સીક્કાની ખરીદી થશે પરંતુ આ વર્ષ સોના ચાંદી ના ભાવ માં ઉછાળો આવતાં ખરીદી કરવામા પણ મુંઝવણ મુકાઈ શકે છે આ ઉપરાંત વાહનો તેમજ અન્ય વસ્તુઓની ખરીદી થતી હોય છે વેપારીઓ નવા વર્ષના ચોપડાની ખરીદી પણ આજના દિવસે કરતા હોય છે તહેવારોની હારમાળા લઈ આવતો દિપોત્સવી નો ઉત્સવ સૌ કોઈને આનંદિત કરી રહ્યા છે. આવતીકાલે ધનતેરસનું પર્વ મનાવાશે આવતીકાલે શનિવાર ના ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે આયુર્વેદની શાસ્ત્રમાં રચયિતા ઋષિ ધનવંતરી ની જન્મ જયંતી છે જેથી આયુર્વેદાચાર્યો ધનવંતરી પૂજન કરતા હોય છે ઉપરાંત ધનતેરસના દિવસે લક્ષ્મી નું વિશેષ પૂજન કરવામાં આવતું હોય છે વૈદિક પરંપરા મુજબ લક્ષ્મીને મહાન ગણીએ છે જેથી આજના દિવસે લોકો લક્ષ્મીનું પણ પુજન કરતા હોય છે.    

સંબંધિત સમાચાર