રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના રમુણ સબ-સ્ટેશનમાંથી 1.40 લાખના 3 પાવર રીએક્ટરની ચોરી

ડીસાના રમુણ સબ-સ્ટેશનમાંથી 1.40 લાખના 3 પાવર રીએક્ટરની ચોરી

બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રમુણ ગામના 66 કે.વી. જેટકો સબ-સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. સબ-સ્ટેશનની ફેન્સિંગ વાડ કાપીને તસ્કરો અંદર ઘૂસી રૂ. 1.40 લાખની કિંમતના કુલ ત્રણ પાવર રીએક્ટરની ચોરી કરીને નાસી છૂટતા જેટકો કચેરીમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે જુનિયર એન્જિનિયર દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પાલનપુરની અવધ સોસાયટીમાં રહેતા અને જેટકો કંપનીમાં છેલ્લા 26 વર્ષથી જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પરખાભાઈ રાજગોર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગત 27 ઓક્ટોબર 2026 ના રોજ રમુણ ગામના 66 કે.વી. સબ-સ્ટેશનમાં નાઈટ ડ્યુટી પર હાજર એસ.બી.ઓ. ભાવેશભાઈ ચૌહાણે સવારે પાંચેક વાગ્યાના સુમારે ફોન કરીને સબ-સ્ટેશનમાં ચોરી થયાની પ્રાથમિક જાણકારી આપી હતી. સબ-સ્ટેશનના કર્મચારીએ સવારે રીડિંગ માટે જતી વખતે જોયું તો સ્ટેશનની બે જગ્યાએ ફેન્સિંગ વાડ કપાયેલી હતી. બેંક નંબર-01 ના વાય અને બી ફેઝ પર લગાવેલા બંને રીએક્ટરોના વાયરો કાપીને તેને બેઠક ઉપરથી ઉતારીને કોઈ ચોરી કરી ગયું હતું.

ઘટનાની જાણ થતા જુનિયર એન્જિનિયર સ્થળ પર દોડી ગયા હતા. અને તપાસ કરતા પાવર રીએક્ટર ગાયબ જણાતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અગાઉ ગત 10 જુલાઈ 2026 ના રોજ પણ આર ફેઝ ઉપરથી એક રીએક્ટરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમ, અગાઉના એક અને હાલના બે મળીને કુલ રૂ. 1,40,000/- ની કિંમતના કુલ ત્રણ પાવર રીએક્ટરોની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉપરી અધિકારીઓની સૂચના બાદ જુનિયર એન્જિનિયરે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રૂ. 1.40 લાખની કિંમતના ત્રણ રીએક્ટરોની ચોરી કરનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર