ડીસાની DNP ગર્લ્સ હાઇસ્કુલના ધાબાની દીવાલનો સ્લેબ જોખમી

જર્જરિત પિલર અને સ્લેબ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ
આચાર્યની લેખિત રજૂઆત છતાં પાલિકાના વહીવટદારો નિંભર, કોઈ કાર્યવાહી નહીં
ડીસા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કુલના પ્રાથમિક વિભાગમાં આવેલા બિલ્ડીંગના ઉપરના માળનો ભાગ અત્યંત જર્જરિત હાલતમાં છે અને તેના પિલર ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે. આ ગંભીર બાબતે શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકાને અવારનવાર લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે જોખમી પિલર અને છતનો ભાગ ગમે ત્યારે પડી શકે તેમ છે, તેની બરાબર નીચે જ શાળાના નિર્દોષ બાળકો મધ્યાહન ભોજન લેવા માટે બેસે છે.
જો આ જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થાય, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે.શહેરના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા તંત્ર કોઈ નિર્દોષ બાળકને ઇજા પહોંચે કે કોઈ અઘટિત ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ બાળકને ઈજા થશે તો તેની જવાબદારી કોની રહેશે? વહીવટી અધિકારીઓ અને સત્તાધીશો આ બાબતે મૌન સેવી રહ્યા છે તે તેમની બેદરકારી સૂચવે છે નગરપાલિકાના વહીવટી અધિકારીઓ તાત્કાલિક અસરથી આ જર્જરિત ભાગને ઉતારી લે અથવા તેનું રિપેરીંગ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
23 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
1 દિવસ પહેલા
