રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ7 ઑગસ્ટ, 2026| Super Admin

ભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ

ભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ

રોડમાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

ભાભર તાલુકાના ચાત્રા ગામમાં ગ્રામ પંચાયતથી ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગની હાલત અત્યંત જર્જરિત બનતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલાં બનાવવામાં આવેલો પેવર રોડ હાલમાં અનેક સ્થળોએ તૂટી જતાં રસ્તો ઉબડખાબડ બની ગયો છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માર્ગની બિસ્માર સ્થિતિને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન રસ્તા પર પાણી ભરાતાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે. વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ સહિત રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામજનોએ ગામના મુખ્ય પ્રવેશ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરી વાહનચાલકો અને રાહદારીઓને સુરક્ષિત તથા સુવિધાજનક માર્ગ મળી રહે તેવી માંગ કરી છે.

આ અંગે ચાત્રા ગામના સરપંચ મંગુબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગને વિકાસના આયોજનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જરૂરી વહીવટી મંજૂરી મળતાં જ નવા માર્ગના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે, માર્ગનું કામ પૂર્ણ થતાં ગ્રામજનોને સુરક્ષિત અને ગુણવત્તાસભર માર્ગની સુવિધા મળી રહેશે.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર