તેજલ આંખની તકલીફ (T13/Partial Blind) ધરાવતી હોવા છતાં તેની અદમ્ય મહેનત અને આત્મવિશ્વાસને કારણે આજે તે ભારતની ટોચની ૩ પેરા એથ્લેટ્સમાં સ્થાન ધરાવે છે. તેની આ પ્રતિભાની ઓળખ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના સર્વે દરમિયાન થઈ હતી. જ્યાં શિક્ષિકા મીનાક્ષીબેન દવેના માર્ગદર્શન હેઠળ તેણે રમતગમતની સફર શરૂ કરી હતી. તેજલ હાલમાં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક લાયસન્સ હોલ્ડર છે અને તેણે રમતગમતની સાથે શિક્ષણમાં પણ તેજસ્વી દેખાવ કરી ધોરણ-૧૨ સાબરકાંઠામાં પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી.
વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધી તેજલે મેડલોની હારમાળા સર્જી છે. તેણે વર્ષ ૨૦૨૫માં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની તાકાત બતાવી છે. આ ઉપરાંત, પ્રથમ અને દ્વિતીય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ તેમજ ૧૦૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. બેંગ્લોર, ઓડિશા, પુણે અને ગોવા ખાતે આયોજિત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ તેણે અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન તેણે ૪ સિલ્વર અને ૫ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હોવાનો રેકોર્ડ છે. જે બદલ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મર્યાદાઓને માત આપી મેદાન ગજવતી સાબરકાંઠાની સિંહણ : પેરા એથ્લેટ તેજલ ડામોરની સંઘર્ષગાથા

દ્રષ્ટિની ખામી છતાં લક્ષ્ય પર નજર: ગોલ્ડ મેડાલીસ્ટ તેજલ ડામોરની પ્રેરણાદાયી સફર
વિજયનગરના આમોદરા ગામનું ગૌરવ : આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકતી આદિવાસી દીકરી તેજલ ડામોર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના નાના એવા આમોદરા ગામની ૨૦ વર્ષીય આદિવાસી ખેડૂત પુત્રી તેજલ અમરાજી ડામોરે પોતાની શારીરિક મર્યાદાઓને માત આપીને પેરા એથ્લેટિક્સ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત - સાબરકાંઠાનું નામ રોશન કર્યું છે. ફેબ્રુઆરી માસમાં દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. તેણે 200 મીટર અને 400 મીટર દોડમાં આ સિદ્ધિ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે.
તેજલ આંખની તકલીફ (T13/Partial Blind) ધરાવતી હોવા છતાં તેની અદમ્ય મહેનત અને આત્મવિશ્વાસને કારણે આજે તે ભારતની ટોચની ૩ પેરા એથ્લેટ્સમાં સ્થાન ધરાવે છે. તેની આ પ્રતિભાની ઓળખ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના સર્વે દરમિયાન થઈ હતી. જ્યાં શિક્ષિકા મીનાક્ષીબેન દવેના માર્ગદર્શન હેઠળ તેણે રમતગમતની સફર શરૂ કરી હતી. તેજલ હાલમાં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક લાયસન્સ હોલ્ડર છે અને તેણે રમતગમતની સાથે શિક્ષણમાં પણ તેજસ્વી દેખાવ કરી ધોરણ-૧૨ સાબરકાંઠામાં પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી.
વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધી તેજલે મેડલોની હારમાળા સર્જી છે. તેણે વર્ષ ૨૦૨૫માં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની તાકાત બતાવી છે. આ ઉપરાંત, પ્રથમ અને દ્વિતીય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ તેમજ ૧૦૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. બેંગ્લોર, ઓડિશા, પુણે અને ગોવા ખાતે આયોજિત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ તેણે અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન તેણે ૪ સિલ્વર અને ૫ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હોવાનો રેકોર્ડ છે. જે બદલ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તેજલ આંખની તકલીફ (T13/Partial Blind) ધરાવતી હોવા છતાં તેની અદમ્ય મહેનત અને આત્મવિશ્વાસને કારણે આજે તે ભારતની ટોચની ૩ પેરા એથ્લેટ્સમાં સ્થાન ધરાવે છે. તેની આ પ્રતિભાની ઓળખ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના સર્વે દરમિયાન થઈ હતી. જ્યાં શિક્ષિકા મીનાક્ષીબેન દવેના માર્ગદર્શન હેઠળ તેણે રમતગમતની સફર શરૂ કરી હતી. તેજલ હાલમાં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક લાયસન્સ હોલ્ડર છે અને તેણે રમતગમતની સાથે શિક્ષણમાં પણ તેજસ્વી દેખાવ કરી ધોરણ-૧૨ સાબરકાંઠામાં પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી.
વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધી તેજલે મેડલોની હારમાળા સર્જી છે. તેણે વર્ષ ૨૦૨૫માં નવી દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની તાકાત બતાવી છે. આ ઉપરાંત, પ્રથમ અને દ્વિતીય ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ તેમજ ૧૦૦ મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. બેંગ્લોર, ઓડિશા, પુણે અને ગોવા ખાતે આયોજિત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ તેણે અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન તેણે ૪ સિલ્વર અને ૫ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હોવાનો રેકોર્ડ છે. જે બદલ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
17 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
17 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
2 દિવસ પહેલા