ભીલડીથી નવા નેસડા રોડ ઉપર ગાંડા બાવળોનું સામ્રાજ્ય : અકસ્માતની ભીતિ

ગાંડા બાવળો ઝડપથી હટાવવા લોકોની તંત્ર સામે માંગ
ડીસા તાલુકાના નવા નેસડાથી સોની દિયોદર જવાના મુખ્ય માર્ગ ઉપર રોડની બંને સાઈડોમાં બાવળોની ઝાડી ના લીધે વાહનચાલોકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેને લઈને અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. નવા નેસડાથી સોની જવાના રોડ ઉપર ગાંડા બાવળોના સામ્રાજ્યને લીધે વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. રોડની બંને સાઈડે ગાંડા બાવળોને લીધે રાહદારીઓએ રોડની સાઈડે જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવા મજબુર બન્યા છે. જ્યારે બે વાહનોને સાઈડ લેવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. જેના લીધે આ રોડ ઉપર વારંવાર અકસ્માત સર્જાવાની ઘટના બનતી રહે છે. છતાં તંત્ર દ્વારા કાંટાળા બાવળો હટાવી રોડની સાઈડો ખુલ્લી ન કરાવાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગાંડા બાવળોના લીધે રોડ સંકળાઈ જવાથી તેમજ સામે આવતું વાહન એકદમ નજીક આવે ત્યારે જ ખબર પડતી હોવાથી રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવા આવેલી બહેનના પરિવારને અકસ્માત નડ્યો હતો. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી બાવળની ઝાડીના કારણે આ રોડ ઉપર નાના મોટા અકસ્માત થવા પામ્યા છે. જેથી લોકોની આ રોડની સાઈડોના કાંટાળા બાવળો ઝડપભેર હટાવવા તંત્ર સામે માંગ મૂકી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
10 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
3 દિવસ પહેલા
