રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા ક્રિકેટમાં ‘નવા યુગ’નો પ્રારંભ : લાગવગને તિલાંજલિ, હવે માત્ર ટેલેન્ટ જ ચાલશે

બનાસકાંઠા ક્રિકેટમાં ‘નવા યુગ’નો પ્રારંભ : લાગવગને તિલાંજલિ, હવે માત્ર ટેલેન્ટ જ ચાલશે
ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડર-16 ટીમની પારદર્શક ટ્રાયલ  40 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ખુલ્લો પસંદગી કેમ્પ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષતામાં અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે ક્રિકેટમાં કોઈની ઓળખાણ કે લાગવગ ચાલશે નહીં, માત્ર મેદાન પરનું પ્રદર્શન જ ખેલાડીનું ભવિષ્ય નક્કી કરશે.​છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી જૂની પદ્ધતિઓ પર પ્રહાર કરતા શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, "અગાઉ માત્ર નામ ખાતર જ પસંદગી થતી હતી, જેના કારણે સાચા અને હોનહાર ખેલાડીઓ અન્યાયનો ભોગ બનતા હતા. પરંતુ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓની સીધી દેખરેખ હેઠળ પારદર્શક ટ્રાયલ લેવામાં આવશે. ગેરરીતિ કરનારા કે દાદાગીરી કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી."આ ટ્રાયલમાં અંબાજીથી લઈને છેક નડાબેટ સુધીના અંતરિયાળ વિસ્તારોના યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ​આશરે 150 ખેલાડીઓમાંથી 52 ખેલાડીઓની પ્રાથમિક પસંદગી થશે. ત્યારબાદ 4 ટીમો બનાવી સ્પર્ધા યોજાશે. અને શ્રેષ્ઠ 13 ખેલાડીઓને ગુજરાત લેવલે રમવા મોકલવામાં આવશે ​આ ઉપરાંત વાલીઓની સુવિધા માટે હવે મેચો ઓનલાઈન સ્કોરિંગ સાથે રમાશે, જેથી ઘરે બેઠા પણ બાળકનું પ્રદર્શન જોઈ શકાશે. ​આ પસંદગી પ્રક્રિયા દરમિયાન સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડન્ટ અશોકભાઈ જોશી, સેક્રેટરી મેહુલભાઈ શાહ અને જિલ્લા એસોસિએશનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં યોજાયેલી આ ઓપન ટ્રાયલથી જિલ્લાના ઉભરતા ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ​"હવે રન, વિકેટ અને મેદાન પરનું પરફોર્મન્સ જ ખેલાડીની ઓળખ બનશે. ગરીબ હોય કે અમીર, જેની પાસે ટેલેન્ટ હશે તેને જ તક મળશે."તેમ શશિકાન્ત પંડ્યાએ ઉમેર્યું હતું.  

સંબંધિત સમાચાર