રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

થરાદ 108ની ટીમે ૧ લાખ એકતાલીસ હજાર રૂપિયા દર્દીના પરિવાર ને પરત કર્યા

થરાદ 108ની ટીમે ૧ લાખ એકતાલીસ હજાર રૂપિયા દર્દીના પરિવાર ને પરત કર્યા
દુધવા ગામ પાસે બાઈક ચાલકને અકસ્માત થતાં ગંભીર ઇજા પહોંચી હતી; ઈમરજન્સી સેવાઓ આપાતકાલીન પરિસ્થિતિમાં અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચીને દેવદૂત સમાન અવિરત કામ કરે છે. એવી જ રીતે આજ રોજ થરાદ ૧૦૮ ના સ્ટાફ દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દુધવા ગામનો અકસ્માત નો કેસ મળ્યો હતો એક ૩૫ વર્ષીય જીવાભાઈ નાગજી પટેલ રહે વાઘાસણ બાઈક ચાલક થરાદ માર્કેટ યાર્ડ થી ઘરે પરત આવી રહ્યા હતાં દુધવા ગામ પાસે બાઈક અને કાર સાથે અકસ્માત સર્જાયો હતો બાઈક અથડાવાથી બાઈક પરથી પડી ગયા હતા અને માથાના ભાગ ઉપર ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરતા તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફ માં પેરા મેડિકલ પ્રદીપ હડીયોલ અને પાયલોટ પીરાભાઈ નાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે થરાદ ની જે જે હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયા હતા. જીવાભાઈ નાગજીભાઈ પટેલ એમની જોડે થી રોકડ રકમ ૧.૪૧ લાખ ૧ લાખ અને એકતાલીસ હજાર રૂપિયા અને મોબાઈલ પાકીટ બાઈકની ચાવી ડોક્યુમેન્ટ એમના ઘરના સંબધી પાતાભાઈ પટેલ રાજકોટ ને આપેલ પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ ની સેવા અને પ્રમાણિકતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જનતાને સાચા રસ્તે ચાલી ઈમાનદારી દાખવવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર