રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા3 જૂન, 2026| Super Admin

'તેરા તુજકો અર્પણ': મહેસાણા પોલીસે ₹8.44 લાખનો મુદ્દામાલ પરત કર્યો

'તેરા તુજકો અર્પણ': મહેસાણા પોલીસે ₹8.44 લાખનો મુદ્દામાલ પરત કર્યો

મહેસાણા શહેરની બી-ડિવિઝન પોલીસે નાગરિકોનો ગુમાવેલો માલ-સામાન પાછો અપાવવા માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. "તેરા તુજકો અર્પણ" પ્રોજેક્ટના ભાગરૂપે પોલીસે સઘન તપાસ આદરીને કુલ રૂ. 8,44,451 ની કિંમતની માલમત્તા તેના અસલી હકદારોને સહીસલામત પાછી સોંપી છે. આ સમગ્ર કામગીરી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી મિલાપ પટેલના સીધા માર્ગદર્શન અને સૂચનાઓ અન્વયે પાર પાડવામાં આવી હતી.

NCCRP પોર્ટલ પર મળેલી ફરિયાદો પર ત્વરિત એક્શન લઈને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનેલા લોકોના બેંક એકાઉન્ટમાં રૂ. 3,63,438 નું રિફંડ પરત જમા કરાવવામાં આવ્યું છે. CIER પોર્ટલ મારફતે આવેલી અરજીઓનું ટેક્નિકલ એનાલિસિસ કરીને આશરે રૂ. 3,01,013.ની કિંમતના ગુમ થયેલા 13 જેટલા એન્ડ્રોઇડ અને એપલ (આઈફોન) સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને માલિકોને સુપરત કરવામાં આવ્યા છે. આ સિવાય ખોવાયેલા વાહનો અને લેપટોપ સહિત રૂ. 1,80,000 નો અન્ય મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. પી.આઈ. એ.આર. પટેલની આગેવાનીમાં બી-ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ અને સાયબર આઇટી એક્સપર્ટ્સની ટીમે ભારે જહેમત ઉઠાવીને આ સફળતા હાંસલ કરી છે. પોલીસ વિભાગની આ ત્વરિત અને પ્રજાલક્ષી કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં ભારે હર્ષ અને પ્રશંસાની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર