રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે

ઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે

ઉનાવા કપાસ વેપારી મંડળીની માંગણી તથા દિવાળીના પાવન તહેવારોને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉનાવા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેર સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય મુજબ, ઉનાવા માર્કેટયાર્ડનું તમામ પ્રકારનું કામકાજ નિશ્ચિત તારીખો દરમિયાન બંધ રહેશે. મળેલી માહિતી મુજબ, ઉનાવા માર્કેટયાર્ડમાં તા. ૦૬/૧૧/૨૦૨૬ (શુક્રવાર) થી તા. ૧૪/૧૧/૨૦૨૬ (શનિવાર) સુધી માર્કેટયાર્ડનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

તારીખ ૧૬ નવેમ્બરથી માર્કેટયાર્ડ ફરી ધમધમશે. દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ તા. ૧૬/૧૧/૨૦૨૬ (સોમવાર) થી શુભ મુહૂર્તમાં માર્કેટયાર્ડનું તમામ કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે તેમ ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઉનાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ લાગતા વળગતા વેપારીઓ, ખેડૂતભાઈઓ તેમજ પોર્ટરભાઈઓએ આ તારીખો અંગે ખાસ નોંધ લેવી.

ઊનાવા માર્કેટ યાર્ડના ભાવ

3 નવે · પ્રતિ મણ (20 કિલો)
પાકનીચો–ઊંચોસરેરાશફેરફાર
એરંડા (દિવેલા)₹1,590 – 1,605₹1,600 ₹8,000/ક્વિ.▼15
કપાસ₹1,711 – 1,846₹1,825 ₹9,125/ક્વિ.▲4
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર