અમદાવાદ એરપોર્ટ તરફ જઈ રહેલી સ્વિફ્ટને ટ્રકે જોરદાર ટક્કર મારી ચાલકને ઈજા

ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર અકસ્માત:પૂરઝડપે આવતા ટ્રકે સ્વિફ્ટ ડિઝાયરને ટક્કર મારી, કાર ચાલકને ઈજા પાલનપુર નિવાસી તેજપાલસિંહ રાઠોડ અમદાવાદ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કલ્પેશ કોર્પોરેશન ફેક્ટરી પાસે તેમની સ્વિફ્ટ ડિઝાયર કારને પાછળથી આવી રહેલી ટાટા કંપનીની ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કાર ચાલક તેજપાલસિંહને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની કારને અંદાજે ₹2.50 લાખનું નુકસાન થયું હતું. મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુના વતની અને હાલમાં પાલનપુરની વીરકૃપા સોસાયટીમાં રહેતા તેજપાલસિંહે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટાટા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
22 કલાક પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
22 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
