હિંમતનગર રેલવે સ્ટેશન પર GRP પોલીસે ઉદેપુર-અસારવા ઇન્ટરસિટીના જનરલ કોચમાંથી 15 લાખ રૂપિયાની શંકાસ્પદ રોકડ જપ્ત કરી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઘડી તાલુકાના પરતાપુરના રહેવાસી નટવરલાલ કાલીદાસ ભાવસાર (ઉંમર 72) પાસેથી આ રકમ મળી આવી છે. GRP સ્ટાફે રૂટિન તપાસ દરમિયાન નટવરલાલના થેલાને શંકાસ્પદ માનીને તપાસ કરી. તેમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા. નટવરલાલ ડુંગરપુરથી અસારવા સુધીની ટિકિટ લઈને મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે આ રોકડ રકમના આધાર-પુરાવા માંગ્યા, પરંતુ નટવરલાલ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. ત્યાર બાદ તેમને હિંમતનગર GRP પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા. પોલીસે 15 લાખની રોકડ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હીંમતનગર રેલ્વે સ્ટેશન પર આધેડ પાસેથી શંકાસ્પદ 15 લાખ રોકડ મળી આવ્યા

ટેગ્સ:#Investigation#legal action#Cash Seizure#Himmatnagar Railway Station#GRP Police#Suspicious Activity#Udaipur-Asarwa Intercity#Banswara District#Routine Check#Currency Notes#Travel Ticket
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના ગ્રામસેવકો મેદાને: માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરનું કડક પગલું: પોળો જંગલમાં ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં વેપારીઓની મૌન હડતાળ: અધૂરા વિકાસકામો અને સમસ્યાઓને લઈ દુકાનો રાખી બંધ
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
6 દિવસ પહેલા
