બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સુલતાનપુરા ગામની 11 વર્ષની મનીષાબેન ડામોરને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં સમયસર અને યોગ્ય સારવાર મળતા મોતના મુખમાંથી બચાવી લેવામાં આવી છે. 20 દિવસની સતત અને સફળ સારવાર બાદ બાળકી સંપૂર્ણ સુધારાની સ્થિતિમાં ડિસ્ચાર્જ થતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.પરિવારજનોના જણાવ્યા અનુસાર, મનીષાબેને છેલ્લા એક મહિનાથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. ખોરાક લેતા જ ઊલટી અને ઊબકા શરૂ થઈ જતા હતા. બાળકીનું શરીર દિવસે દિવસે નબળું બનતું જતું હતું અને વજનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. આથી પરિવારજનો તેને ખાનગી વાહન મારફતે ખેડબ્રહ્મા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં બે દિવસ સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જોકે, કોઈ ખાસ સુધારો ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આખરે પરિવારજનોએ તાત્કાલિક નિર્ણય લઈ પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાળકીને દાખલ કરી હતી. ત્યાં તબીબોએ બાળકીની હાલત ગંભીર હોવાનું જણાઈ આવતા તરત જ સારવાર શરૂ કરી અને વધુ સારવાર માટે બાળ વિભાગમાં દાખલ કરવામાં આવી.બાળકીના અગાઉના રિપોર્ટ તેમજ સિવિલ હોસ્પિટલમાં કરાયેલ લોહી સહિતના જરૂરી તપાસોમાં જાણવા મળ્યું કે ANA પ્રોફાઇલ, C3 લેવલ અને ds-DNA ટેસ્ટમાં C3 લેવલ ઓછું અને ds-DNA પોઝિટિવ આવ્યું હતું. જેના આધારે બાળકીને સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસ (SLE) નામની અત્યંત ગંભીર અને દુર્લભ બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું.ત્યારબાદ તબીબોની ટીમ દ્વારા મોંઘા ઇન્જેક્શન સહિતની જરૂરી દવાઓ અને એન્ટીબાયોટિક સારવાર શરૂ કરવામાં આવી. સારવાર શરૂ કર્યાના માત્ર બે દિવસમાં જ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશી તેમજ પીડિયાટ્રિક વિભાગના ડૉ. કથિત, ડૉ. મિતુલ, ડૉ. સચિન, ડૉ. વિક્રમ, ડૉ. શ્રેયશ સહિતના સમગ્ર મેડિકલ અને નર્સિંગ સ્ટાફની સમયસૂચકતા, નિયમિત મોનીટરીંગ અને યોગ્ય સારવારના પરિણામે બાળકીના લક્ષણો પર કાબૂ મેળવી શકાયો.ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસ (SLE) એક દીર્ઘકાળીન સ્વપ્રતિરક્ષણ બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ સ્વસ્થ અંગો પર હુમલો કરે છે. આ રોગ ત્વચા, સાંધા, કિડની, હૃદય, ફેફસાં અને મગજ જેવા મહત્વના અંગોને અસર કરી શકે છે. બાળકોમાં આ રોગ અત્યંત દુર્લભ છે — દર એક લાખ બાળકોમાં અંદાજે 0.3 થી 0.9 કેસ જ જોવા મળે છે.સમયસર નિદાન અને યોગ્ય સારવારથી આ બીમારી પર નિયંત્રણ મેળવી શકાય છે, જે આ કેસમાં સાબિત થયું છે.બાળકીની માતાએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, “મારી દીકરી છેલ્લા એક મહિનાથી ગંભીર રીતે બીમાર હતી. અનેક હોસ્પિટલોમાં સારવાર કરાવી પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. આખો પરિવાર ભય અને ચિંતામાં હતો. અંતે પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલ અમારા માટે દેવદૂત સાબિત થઈ.”પરિવારજનો દ્વારા બનાસ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા સમગ્ર બનાસ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બનાસ સિવિલ હોસ્પિટલમાં સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસ જેવી ગંભીર બીમારીની સફળ સારવાર

ટેગ્સ:#Palanpur#danta#treatment#Banas Civil Hospital#Systemic Lupus Erythematosus#recovered condition#Manishaben
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
20 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
20 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
20 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
