રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા25 ઑગસ્ટ, 2025| Super Admin

ખેડબ્રહ્મા ખાતે ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિમાં ફસાયેલાં 12 જેટલા નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરાયું

ખેડબ્રહ્મા ખાતે ભારે વરસાદથી સર્જાયેલી આપત્તિમાં ફસાયેલાં 12 જેટલા નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરાયું

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેરોલ ખાતે ભારે વરસાદને કારણે નદીના પાણીમાં 12 જેટલા નાગરિકો ફસાયા હતા. જે ધ્યાને આવતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા, ફાયરટીમ અને સ્થાનિક લોકોની તાત્કાલિક કામગીરીથી તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે ખેડબ્રહ્મા તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રની સમયસર સતર્કતા અને ઝડપી કામગીરીથી 12 જેટલા નાગરિકોના જીવ બચાવાયા છે. આ સાથે વિજયનગર તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિમાં 13 જેટલા નાગરિકો ફસાયા હતા. જેનું સફર રેસ્ક્યુ કરીને નાગરિકોની સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં વિજયનગર તાલુકાના સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા, જેમને ફાયરટીમ ઇડર તથા સ્થાનિક લોકોએ તુરંત બહાર કાઢ્યા હતા. વણધોલ ખાતે એક વ્યક્તિને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. રાજપુર ખાતે 3 વ્યક્તિઓને પણ સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટેન્ટ સિટી વિજયનગર ખાતે છ નાગરિકો ફસાયા હતા, જેમને ફાયરટીમ ઇડર તથા સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા.

સંબંધિત સમાચાર