રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા29 માર્ચ, 2025| Super Admin

ઈડરમાં લાખોની લુંટ કેસમાં સફળતા બે આરોપીની અટકાયત

ઈડરમાં લાખોની લુંટ કેસમાં સફળતા બે આરોપીની અટકાયત
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હિંમતનગર એલસીબી એ બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 12.51 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા ઈડરમાં કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બેંક કર્મચારી પાસેથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો 15 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લૂંટીને ભાગી ગયા હતા. સાબરકાંઠા એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા અને પીએસઆઈ ડી.સી.પરમારની ટીમે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે હિંમતનગરના ઇલોલ પાસેથી બે આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓમાં ઈડર તાલુકાના ચિત્રોડી ગામના કિરણકુમાર નટવરભાઈ ચેનવા અને રાહુલકુમાર બાબુભાઈ વણઝારાનો સમાવેશ થાય છે. આ લૂંટની યોજના બનાવનાર વિવેક મનીષ શાહ (રહે.ઈલોલ) હજુ ફરાર છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે લૂંટ બાદ આરોપીઓએ ગાંધીનગર અને અમદાવાદ જવા ઈકો કાર ભાડે કરી હતી. ત્યારબાદ આલીશાન કાર ભાડે લઈને વિજાપુર, મહેસાણા સહિતના સ્થળોએ લૂંટની રકમમાંથી મોજશોખ કર્યા. પોલીસે આરોપીઓ પાસેથી 11.86 લાખ રોકડ, 50 હજારનું બાઈક, 15 હજારનો મોબાઈલ અને 50 રૂપિયાની સ્કૂલ બેગ સહિત કુલ 12.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી વિવેક શાહને પકડવા માટે તપાસ તેજ બનાવી છે.

સંબંધિત સમાચાર