રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 ડિસેમ્બર, 2025| Super Admin

માલગઢના પ્રથમ મોડેલ તળાવની રાજ્યના મંત્રીઓએ મુલાકાત લીધી

માલગઢના પ્રથમ મોડેલ તળાવની રાજ્યના મંત્રીઓએ મુલાકાત લીધી
સરકાર દ્વારા 28 થી વધુ વીજ કનેક્શન ખેડૂતોને તળાવથી સિંચાઇ કરવા અપાયા ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરમાં રાજ્યના ખેડૂતલક્ષી પ્રથમ મોડેલ તળાવની મુલાકાતે ગુજરાતના મંત્રીઓ શનિવારે પધાર્યાં હતા. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવિણભાઇ માળી, દૂધ સાગર ડેરી ચેરમેન અશોકભાઇ ચૌધરી અને રાજ્યસભા સાંસદ બાબુભાઇ જે. દેસાઇએ સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નર્મદાના પાણીથી મોડેલ તળાવની મુલાકાત દરમિયાન સુજલામ- સુફલામ યોજના અંતર્ગત નર્મદાના પવિત્ર જળથી ભરાયેલ આ તળાવમાં ગુજરાત સરકાર દ્વારા 28 થી વધુ વીજ કનેક્શન ખેડૂતોને તળાવથી સિંચાઇ કરવા માટે આપવામાં આવ્યા હતા. આ વિસ્તારના જિલ્લા પંચાયત પૂર્વ ડેલીગેટ અને ભાજપ અગ્રણી કે. ટી. માળીએ તેમને વિસ્તૃત માહિતી આપી ખેડૂતો આધુનિક મીની સ્પીકલ સિંચાઇ પદ્ધતિ દ્વારા સામૂહીક પાણી પુરવઠો વિતરણ સહીતની સ્માર્ટ અને આધુનિક તકનીકથી થતી સિંચાઈ પદ્ધતિ મંત્રી જીતુભાઇ વાઘાણીએ નીહાળી આ વિસ્તારના ખેડૂતો સાથે સંવાદ કરી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરર્દષ્ટિ પૂર્ણ નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવિણભાઇ માળી દ્વારા આ વિસ્તારના મોડેલ તળાવમાં નર્મદાનું પાણી પહોંચતું કર્યું છે કારણ કે, પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જતાં તે માટે ખેડૂતો લક્ષી નર્મદાનું પાણી લાવી પાણીના તળ ઉંચા કરવા માટે કટીબધ્ધ કાર્ય કર્યું છે. આ વિસ્તારના ખેડૂતોએ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આ પ્રસંગે માલગઢ ગામના મહીલા સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, ડીસા ગ્રામ્યના મામલતદાર વિપુલભાઇ બારોટ, માલગઢના તલાટી દર્શનભાઇ આર. ટાંક, હાર્દિકભાઇ ડી. ગેલોત, સુરેશભાઇ એન. ટાંક સહિત અગ્રણીઓ, આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર