વડાલી શહેરમાં રાત્રે અંધારું છવાતાં જ તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય બજારની દુકાનનું તાળું તોડી ચોરી કરવાનો ઘાટ રચાયો હતો. એટલુ જ નહીં, ત્યારબાદ વડાલી-ઈડર હાઇવે પર આવેલી જનતા માર્કેટની ત્રણ દુકાનોના તાળાં તોડી, તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનોમાં ઘૂસી તસ્કરો દ્વારા માલસામાન વેરવિખેર કર્યો હતો. પરંતુ કિંમતી ચીજવસ્તુઓ હાથે ન લાગતા તેઓ નિરાશ થઈ પાછા ફર્યા હતા. સવારે જ્યારે વેપારીઓ દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તાળાં તૂટેલા જોવા મળતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી અને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે પોલીસે તપાસ તીવ્ર બનાવી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
તસ્કરોનો તરખાટ; સાબરકાંઠાના વડાલીમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળાં તૂટયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#criminal activity#CCTV footage#police investigation#Sabarkantha District#Law Enforcement Actions#Smuggling Incident#Wadali City#Shop Break-In#Janata Market#Wadali-Idar Highway#Traders' Response#Goods Dispersal#Lock Breaking#Market Security Issues
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
5 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
