રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 મે, 2026| Super Admin

ગુજરાતમાં આકરી ગરમીનું મોજું: કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આકરી ગરમીનું મોજું: કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ/પાલનપુર: ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અને તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે.

ક્યાં કેવું એલર્ટ?
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ત્રણ જિલ્લાઓ—કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, બોટાદ અને દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 15 મે સુધી આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પાટણ, મહેસાણા, કડી, હારીજ અને વડોદરા જેવા વિસ્તારોમાં ભારે ઉકળાટ અનુભવાશે. જોકે, 15 મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના સંકેત
ગરમીના આ તાંડવ વચ્ચે રાહતના સમાચાર એ છે કે 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી થોડી રાહ મળી શકે તેમ છે.

સંબંધિત સમાચાર