રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 જુલાઈ, 2026| Super Admin

કાંકરેજ-ઓગડમાં રાત-દિવસ બેફામ રેતીચોરી: તંત્ર મૌન, સરકારને કરોડોનું નુકસાન

કાંકરેજ-ઓગડમાં રાત-દિવસ બેફામ રેતીચોરી: તંત્ર મૌન, સરકારને કરોડોનું નુકસાન

બનાસકાંઠામાં રેત ખન માફિયાઓને છુટ્ટો દોર!  ખાણ-ખનીજ વિભાગ અને પોલીસની "આંખ-કાન" બંધ, કે "ગાંધીજી"ની મહેરબાની?

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગડ તાલુકામાં બનાસ નદીના પટમાં રેત ખનન માફિયાઓનો ત્રાસ ફરી માથું ઊંચકી રહ્યો છે. ભૂતકાળમાં ફિલ્મી ઢબે પીછો કરી વાહનો ઝડપનાર ખાણ-ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારી હવે જાણે "નિવૃત્તિ" પર હોય એમ લાંબા સમયથી એકપણ કેસ નોંધાયો નથી.

95.jpg 237.81 KB
માફિયાઓ માટે "સોનાની ખાણ" બન્યો કાંકરેજ-ઓગડ  સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર થરા, નાનાજામપુર, તાણા, સુદ્રોસણ, ટોટાણા અને ખારિયા રોડ તેમજ ઉંબરી-આંગણવાડા -કંબોઈ ગ્રામ્ય રોડ પર ચોવીસ કલાક ડમ્પર, ટર્બો અને ટ્રેક્ટરો દ્વારા ઓવરલોડ રેતીનું વહન ધડાધડ ચાલી રહ્યું છે. ગ્રામ્ય તળાવો અને ખરાબામાંથી પણ ગેરકાયદેસર માટી ખનન બેફામ છે.સવાલ એ છે કે કાંકરેજ-શિહોરી- ઓગડ-થરાના મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ ઈન્સ્પેક્ટર, પી.એસ.આઈ, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તલાટી અને ગ્રામસેવક સહિતનો આખો તંત્ર ફરજ પર હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ અટકતી નથી?  

ગામ લોકોમાં ચર્ચા છે કે ખન માફિયાઓએ અધિકારીઓના મોં અને આંખ પર "ગાંધી છાપ બંડલ"નો પટ્ટો બાંધી દીધો છે. પરિણામે અધિકારીઓ "બેરા- બોબડા-બોદા" બની ગયા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના બદલે હવે "બા-જપી બનશો તો ફાયદામાં રહેશો"ની નવી ગણિત ચાલી રહી છે.ભૂતકાળમાં કંબોઈ ચાર રસ્તા પરથી ઝડપાયેલા વાહનો અને થયેલા કેસો પછી હવે સન્નાટો છે. તો શું ખરેખર બનાસકાંઠા-વાવ- થરાદમાં ખનિજ ચોરી બંધ થઈ ગઈ? કે પછી તંત્ર અને માફિયાઓ વચ્ચે "હાથ મિલાવણ" થઈ ગયા?

પ્રજા હવે પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી. પાસે માંગ કરી રહી છે કે તાત્કાલિક તટસ્થ તપાસ કરી રેતી-માટી માફિયાઓ અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નહીંતર સરકારી તિજોરીને કરોડોનું નુકસાન અને પ્રજાની મુશ્કેલીઓ વધતી જ રહેશે. હવે જોવાનું એ છે કે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર ઊંઘમાંથી જાગશે કે પછી માફિયાઓને આવી જ "મહેરબાની" મળતી રહેશે.

સંબંધિત સમાચાર