રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા28 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં સતત ત્રીજી વખત કેસરિયો લહેરાયો: નગરપાલિકામાં ભાજપનું ‘ક્લીન સ્વીપ’

ડીસામાં સતત ત્રીજી વખત કેસરિયો લહેરાયો: નગરપાલિકામાં ભાજપનું ‘ક્લીન સ્વીપ’

સતત ત્રીજી વખત ભાજપનો ગઢ અકબંધ | 44 માંથી 38 બેઠકો સાથે ભવ્ય બહુમતી

બનાસકાંઠાના વેપારી મથક ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી નાખ્યા છે. રવિવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 44 બેઠકોમાંથી 38 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો ફરી પોતાના હસ્તક કર્યા છે. આ સાથે જ ડીસા નગરપાલિકામાં સતત ત્રીજી વખત ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે

​ડીસા નગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપ એ શરૂઆતથી જ 9 બેઠકો બિન હરીફ કરીને પોતાની જીત નિશ્ચિત કરી હતી. ત્યારબાદ 35 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં  કોંગ્રેસને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષને ફાળે માત્ર 1-1 બેઠક આવી છે. કુલ 11 વોર્ડમાંથી આઠ વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતીને આવી છે. ભાજપની આ પ્રચંડ જીત  પાછળ ડીસાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીનું વિકાસ લક્ષી વિઝન,સંગઠનની મજબૂતી અને વિકાસના કામોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

​પરિણામો જાહેર થતા જ ડીસા શહેર 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વિજયી ઉમેદવારો અને સમર્થકોએ ગુલાલની છોળો ઉડાડી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ભાજપના મોવડી મંડળે આ જીતને જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો છે.

​

સંબંધિત સમાચાર