રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા12 ઑક્ટોબર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ

સાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ

સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને મિલકત સંબંધી ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ. કે. પટેલ નાઓની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડની આગેવાનીમાં તલોદ પોલીસે ચોરીનો એક મોટો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી સરાહનીય કામગીરી કરી છે.

તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના હરસોલ ગામે આવેલા ‘બાવીસ પરંગણા પંદર ગામ રોહિત સમાજ વાડી’ ખાતેથી અજાણ્યા ચોરો દ્વારા બાંધકામના સામાનની ચોરી કરવામાં આવી હતી. જેમાં ૮ એમ.એમ.ના સળિયાની એક ભારી ૨૦ નંગ સેન્ટિંગ ફરમા પ્લેટ ૩x૧.૫ ઇંચના લોખંડના ટુકડા પાઇપકુલ ₹૧૫,૫૦૦/- ની કિંમતના માલસામાનની ચોરી થતાં, તલોદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સફળ રેડ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તલોદ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સ્ત્રોત (હ્યુમન સોસિસ) નો ઉપયોગ કરી તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો ચોરીનો માલસામાન સીએનજી રિક્ષામાં ભરીને જેઠાજીના મુવાડા ખાતે છુપાવી રાખ્યો છે.

​બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નીચે મુજબના બે આરોપીઓની અટકાયત કરી હતી: સંગ્રામસિંહ જાલમસિંહ ઝાલા (રે. જેઠાજીના મુવાડા, તા. તલોદ, જી. સાબરકાંઠા) રવિન્દ્રસિંહ શૈલેષસિંહ ઝાલા (રે. સુરપુર, તા. તલોદ, જી. સાબરકાંઠા) ₹૨.૧૨ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર પોલીસની સઘન અને કડક પૂછપરછમાં આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે સંગ્રામસિંહ ઝાલાના ઘરે દરોડો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સંબંધિત સમાચાર