રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા; કાનડા ગામે પોલીસની રેડ આઠ જુગારીઓને ઝડપી લીધા

સાબરકાંઠા; કાનડા ગામે પોલીસની રેડ આઠ જુગારીઓને ઝડપી લીધા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામે ગ્રામ્ય પોલીસની રેડ પોલીસે ગંજીપાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસને મળેલી બાતમી અનુસાર, કાનડા ગામે ભારતસિંહ પૃથ્વીસિંહ ઝાલાના ઘરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મહેન્દ્રસિંહ મગનસિંહ ઝાલા (56), સજ્જનસિંહ રંગુસિંહ ઝાલા (33), ભરતસિંહ રૂપસિંહ ઝાલા (40), જયવિરસિંહ વિજયસિંહ ઝાલા (35), નરેન્દ્રસિંહ ચેહરસિંહ ઝાલા (35), પંકજસિંહ પૃથ્વિસિંહ ઝાલા (34), ભારતસિંહ પૃથ્વિસિંહ ઝાલા (40) અને દિગ્વિજયસિંહ સુરસિંહ ઝાલા (38)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 13,210, ગંજીપાના અને અલગ-અલગ મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 93,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આઠ પૈકી સાત આરોપીઓ કાનડા ગામના રહેવાસી છે, જ્યારે એક આરોપી દિગ્વિજયસિંહ ઝાલા ઈલોલ ગામનો રહેવાસી છે. પોલીસે જુગારધારા હેઠળ તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર