રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ, આવતીકાલે EVM ડિસ્પેચિંગ અને પોલીસ બંદોબસ્તની ફાળવણી

સાબરકાંઠા : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ, આવતીકાલે EVM ડિસ્પેચિંગ અને પોલીસ બંદોબસ્તની ફાળવણી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ૨૬મી એપ્રિલના રોજ યોજાનાર મતદાન પૂર્વે આવતીકાલે સવારથી જ જિલ્લાના તમામ તાલુકા મથકોએથી EVM ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી રવિવારે ૨૬મી એપ્રિલના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. સાબરકાંઠાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક સરકારની પસંદગી કરશે. તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ પણ કરવામાં આવી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર