રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો

સાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો

સાબરકાંઠા એલ.સી.બી. પોલીસને એક મહત્વની સફળતા મળી છે. હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી પોલીસની આંખમાં ધૂળ નાખી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ આરોપી હત્યાના ગુનામાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. ત્રણ વર્ષ અગાઉ તે પેરોલ પર મુક્ત થયો હતો, પરંતુ નિર્ધારિત સમયે જેલમાં પરત હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠા LCBની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને જંગલ વિસ્તારમાં છુપાયેલો હોવાની વિગત મેળવી હતી.

પોલીસે વોચ ગોઠવીને જંગલના અંતરિયાળ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ફરી એકવાર સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. LCBની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર