રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના આખોલ ચારરસ્તા પાસે રૂરલ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ

ડીસાના આખોલ ચારરસ્તા પાસે રૂરલ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ
ટ્રાફીક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ડીસાના આખોલ ચાર રસ્તા વિસ્તારમાં વધતા જતા વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ડીસા રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી છે. રૂરલ પોલીસે આ વિસ્તારમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. ​ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ચૌધરીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આખોલ ચાર રસ્તા પાસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સીટ બેલ્ટ, હેલ્મેટ વગરના અને લાયસન્સ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી.રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.અનેઅનેક વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલી કડક શિસ્તનો સંદેશ આપવામાં આવ્યો હતો. ​પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી આખોલ ચાર રસ્તા પરથી પસાર થતા અને નિયમભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ, પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ પોલીસની આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે, આવી કામગીરી સતત થતી રહેવાથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને જનજાગૃતિ આવશે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર