રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા23 સપ્ટેમ્બર, 2025| Super Admin

રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા આયોજીત નવરાત્રી ગરબા અને નેશન બિલ્ડર હરિફાઈ યોજાઈ

રોટરી ક્લબ પાલનપુર સીટી દ્વારા આયોજીત નવરાત્રી ગરબા અને નેશન બિલ્ડર હરિફાઈ યોજાઈ

દર વર્ષે રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા નવરાત્રિ ગરબા હરિફાઇનું આયોજન કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર કેમ્પસમાં યોજાય છે. આ વર્ષે નવરાત્રી મહોત્સવ હરીફાઈમાં પાલનપુર શહેરની ૧૩ પ્રાથમિક સરકારી શાળાઓએ ભાગ લીધો હતો. માં જગદંબા, માં અંબે, મા આધ્યશક્તિ સાથે તમામ માતાઓની આરાધના સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. પાલનપુરની સરકારી પ્રાથમિક શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ છે.નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા હરીફાઇમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એન્ટ્રી, બેસ્ટ એક્ઝિટ, સાથે પ્રથમ ત્રણ વિજેતા નંબર આપવામાં આવ્યા. જેમાં બ્રાન્ચ મિડલ શાળા નં-૧ પ્રથમ ક્રમે વિજેતા બનતા હર્ષોલ્લાસ સાથે સમગ્ર હોલમાં પ્રત્યેક વ્યક્તિ ઉત્સવ ઉજવાયો હતો. બ્રાન્ચ સ્કૂલ નંબર ૧ ની બાળાઓને સમગ્ર માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના શિક્ષિકાબહેનો સાહિસ્તા સૈયદ અને સ્નેહા રાવલે આપ્યું હતું. શાળાના આચાર્યએ પણ ઉત્સાહભેર અવસરમાં સૌ પરિવારને જોડી એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે. સાથે જ સૌ શિક્ષક મિત્રોએ પોતાની આગવી શૈલી સાથે આ ગરબા હરીફાઇમાં પોતાનું સમર્થ યોગદાન આપ્યું. જેમાં શાળાની દિકરીઓને એમની લાક્ષણિકતાઓ સાથે અદ્દભુત શ્રેષ્ઠતમ રજૂઆત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આ એક અવિસ્મરણીય ઐતિહાસિક પળ બની આધ્યાતિમકતાનો સ્પર્શ કરાવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરનારી રહી. સાથે જ શિક્ષકોનું પણ અદ્દભુત સન્માન કરવામાં આવ્યું. નેશન બિલ્ડર તરીકે 15 શિક્ષકોનું સન્માન આ મંચ ઉપર કરવામાં આવ્યું. જેમાં બ્રાન્ચ શાળા નં -1 ના આંબાભાઈ બી.પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.    

સંબંધિત સમાચાર