રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા12 ઑક્ટોબર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચાચર ચોકમાં ખેલૈયાઓ ઝૂમ્યા: અંબાજી ખાતે પ્રથમ નોરતે દર્શનાર્થીઓનો મહાસાગર

ચાચર ચોકમાં ખેલૈયાઓ ઝૂમ્યા: અંબાજી ખાતે પ્રથમ નોરતે દર્શનાર્થીઓનો મહાસાગર

વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રિમાં આસો સુદની શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. આ નવરાત્રિની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે. શહેરોમાં પાર્ટી પ્લોટ અને વિવિધ સ્થળોએ ગરબાનાં ભવ્ય આયોજનો થતાં હોય છે, પરંતુ શક્તિપીઠ અંબાજી મંદિરના પવિત્ર ચાચરચોકમાં ગરબા રમવાનો આનંદ જ કંઈક અલગ હોય છે.

નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી ખાતે માં અંબેના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ નોરતે સાડા ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબેનાં દર્શનનો લાભ લીધો હતો. આ સાથે મંદિરમાં ઘટસ્થાપનની ધાર્મિક વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી.

83.jpg 240.35 KB
રાત્રિના સમયે મંદિરના મંગળા આરતી બાદ ચાચરચોકમાં ગરબાની રમઝટ જામી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તથા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ નોરતે ચાચરચોક ખેલૈયાઓથી ઉભરાઈ ઊઠ્યો હતો અને માં અંબેના ભક્તો ભક્તિ તથા ઉત્સાહના રંગે રંગાઈને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.ચાચરચોકમાં સ્થાનિક ખેલૈયાઓની સાથે અન્ય શહેરોમાંથી આવેલા યુવક-યુવતીઓએ પણ ગરબાની મોજ માણી હતી. વિવિધ ગ્રુપ બનાવીને ખેલૈયાઓએ પરંપરાગત ગરબે ઘૂમીને નવરાત્રિના પ્રથમ નોરતાને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર ચાચરચોકમાં ભક્તિ, સંગીત અને ગરબાના તાલે અનોખો માહોલ સર્જાયો હતો.

દરમિયાન, સુરતથી અંબાજી આવેલી યુવતીઓએ પણ ચાચરચોકમાં ગરબે ઘૂમીને માં અંબેની આરાધના કરી હતી. તેમણે દર વર્ષે અંબાજી આવીને ગરબા રમવાની ઇચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માં અંબેના પવિત્ર ચાચરચોકમાં ગરબા રમવાથી અનોખો આનંદ અને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. આમ, નવરાત્રિના પ્રથમ નોરતે જ ચાચરચોક ભક્તિ અને ગરબાના રંગે રંગાયો હતો. માં અંબેના દર્શન સાથે ગરબાની રમઝટ માણવા ઉમટેલા શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓને કારણે અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ઉત્સાહભેર શરૂ થયો હતો.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર