મહેસાણા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ 31 મે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૫' ની ઉજવણી નિમિત્તે મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રિકટ ટોબેકો કટ્રોલ સેલ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મીનના માર્ગદર્શન હેઠળ "Unmasking the Appeal :તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધોગ યુક્તિઓનો ખુલાસો છે." ની થીમ પર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તાલુકા હેલ્થ કચેરીથી પ્રસ્થાન થઈ તોરણવાળી સુધી નીકળી હતી. ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરીમાં વર્કશોપનું આયોજન કરાયું હતું. ઇ.એમ.ઓ દ્વારા "તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગનો ખુલાસો" થીમ પર તમાકુના ઉદ્યોગ કઇ રીતે લોકોને વ્યસન તરફ વાળવા માટે પ્રવૃત્તિ કરે છે. તમાકુ પ્રોડકટના વેચાણ માટે અલગ અલગ ફ્લેવર, ફિલ્મ સ્ટાર તથા માર્કટીંગ દ્વારા ઉપયોગ કરે છે તેના પર ભાર આપીને એ તરફ ન વળવા સમજાવવામાં આવ્યું હતું. સી.ડી.એચ.ઓ તમાકુના વ્યસનથી તથા તમાકુના ઉધોગોથી મહિલા, પુરુષો બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે માટે ખૂબ સરળ શૈલીમાં ઉપસ્થિત દરેક સ્ટાફને સમજાવ્યું હતુ. તે સિવાય એસ.બી.સી.સી ટીમ ને આરોગ્ય શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરવા સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમાકુ છોડવા અને છોડાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ, ઇ.એમ.ઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર દ્વારા રેલીને પ્રસ્થાન કરાવેલ રેલીમાં આરોગ્ય કર્મીઓ જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, એફ.એચ.ડબલ્યુ, આશા વર્કર, હોમગાર્ડ પણ જોડાયા હતા.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણામાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગનો ખુલાસો" થીમ પર રેલીનું આયોજન

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana District#Community Engagement#Public Health Awareness#Tobacco Control#World No Tobacco Day 2025#Rally and Workshop#District Tobacco Control Cell#Tobacco Industry Tactics#Addiction Prevention#Health Education Activities#Oath to Quit Tobacco#EMO and Health Workers Collaboration
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
