રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઊંઝા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી: ખરીફ પાકોને જીવતદાન મળ્યું

ઊંઝા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી: ખરીફ પાકોને જીવતદાન મળ્યું

ખેડૂતો માટે આકાશમાંથી કાચું સોનું વરસતાં જગતનો તાત ખુશખુશાલ 

 ઊંઝા પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે  વાતાવરણમાં પલટો આવતાં કાળા ડીબાંગ વાદળો બાદ વરસાદ પડી રહ્યો છે. ઊંઝા શહેર સહિત તાલુકામાં  વરસાદ વરસતાં ખરીફ પાકોને જીવતદાનથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો ઊંચકાતા અસસહ્ય ઉકળાટ અને બફારા લોકો ત્રસ્ત બન્યા હતા. જેને લઈ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

 ખેડૂતો માટે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે. ઊંઝા પંથકમા ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં દિવેલા પાકોનું વાવેતર તેમજ કઠોળમાં મગ, અડદ, તુવેર જ્યારે અનાજમાં બાજરી, જુવાર અને રોકડીયા પાકમાં એરંડા, ગુવારના વાવેતરને આ વરસાદથી ફાયદો થશે. ઊંઝા પંથકમાં મેઘાએ વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. વરસાદ નહીં આવતા ખેતરમાં ઊભેલ પાક સુકાવા લાગ્યો હતો. જોકે ભાદરવામાં વરસાદ શરૂ થયો છે. ઊંઝા પંથક સહિત તાલુકામાં આકાશમાંથી વરસી રહેલ કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર