રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 એપ્રિલ, 2026| Super Admin

જુનાડીસામાં રાજકીય બગાવત: 'આયાતી નહીં, સ્થાનિક જોઈએ' - ઉમેદવાર મામલે ઉગ્ર વિરોધ

જુનાડીસામાં રાજકીય બગાવત: 'આયાતી નહીં, સ્થાનિક જોઈએ' - ઉમેદવાર મામલે ઉગ્ર વિરોધ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉમેદવારોની પસંદગી મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. તે વચ્ચે ડીસા તાલુકાના કોંગ્રેસના ગઢ ગણાતા જુનાડીસા ગામની જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય હલચલ તેજ બની છે. જુનાડીસા તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ ગણાય છે, જ્યાં વર્ષોથી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોની જીત નોંધાતી આવી છે. પરંતુ આ વખતે સલામત માનાતી આ બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની સંભાવના સામે આવતા સ્થાનિકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.

ગામલોકોએ એકસુરે તેનો વિરોધ નોંધાવી સ્પષ્ટ માંગણી કરી છે કે, ટિકિટ સ્થાનિક અને યુવા ઉમેદવારને જ આપવામાં આવે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પક્ષ દ્વારા બહારથી ઉમેદવાર લાવવામાં આવશે તો તેઓ તેનો કડક વિરોધ કરશે અને પરિણામે કોંગ્રેસને આ બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે મોવડી મંડળ માટે પડકાર એ છે કે તે સ્થાનિક લોકોની લાગણીઓનું માન રાખી યોગ્ય ઉમેદવાર પસંદ કરે. જો સ્થાનિક સમર્થન ધરાવતા ઉમેદવારને તક આપવામાં આવે તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો સરળ બની શકે છે, નહીં તો વિરોધના વંટોળમાં આ બેઠક ગુમાવવાની શક્યતા પણ નકારી શકાય તેવી નથી.

ટેગ્સ:#Junadisa#2026 elections

સંબંધિત સમાચાર