રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 માર્ચ, 2026| Super Admin

બનાસકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો

બનાસકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો
ડીસા તાલુકામાં આવેલી પંચાયતની શીટો પર ભાજપ દ્વારા બેઠકનો દોર શરૂ થયો જીલ્લા તાલુકાની ચૂંટણીમાં ઉમેદવાર બનવા ઇચ્છુકોમાં ઉત્સાહ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની બાકી હોવા છતાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા સ્તરે બેઠકો યોજી સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન હાથ ધરાયો છે. જેમાં ગતરોજ લોરવાડા તાલુકા પંચાયત સીટ પર વાધલીયા હનુમાન મંદિર ખાતે જીલ્લા કોષાધ્યક્ષ અને ડીસા તાલુકા પ્રભારી મનુભાઇ હજીપુરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખ અલ્પેશભાઈ પુરોહિત, ડીસા તાલુકા ભાજપ મહામંત્રી ઉકાજી જાટ અને અમરતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત જુના નેસડા જિલ્લા પંચાયત સીટના પ્રભારી જયેશભાઈ દેસાઈ, લોરવાડા તાલુકા સીટના પ્રભારી રમેશભાઈ દેસાઈ તથા વકીલ મેરાજભાઈ  તથા શક્તિ કેન્દ્રના પ્રમુખો, બૂથ પ્રમુખો તથા મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી આગામી ચૂંટણીની વ્યૂહરચના તથા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડીસા તાલુકાના અન્ય વિસ્તારોની પંચાયતની સીટો પર પણ બેઠકોનો દોર જોવા મળ્યો હતો. જેને લઈને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે અનેક ઉમેદવાર વાંછુકો સક્રિય બન્યા છે અને પાર્ટી આગેવાનો સાથે સંપર્ક સાધી રહ્યા છે. ગામડાં સ્તરે પણ રાજકીય ચર્ચાઓ ગરમાઈ રહી છે. આવનારા સમયમાં ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.    

સંબંધિત સમાચાર