રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા10 મે, 2025| Super Admin

મહેસાણામાં પોલીસે 1.79 લાખનો વિદેસી દારૂ પકડી પાડ્યો; 5 આરોપીઓની અટકાયત

મહેસાણામાં પોલીસે 1.79 લાખનો વિદેસી દારૂ પકડી પાડ્યો; 5 આરોપીઓની અટકાયત
મહેસાણા એ-ડિવિઝન પોલીસે શક્તિનગર સોસાયટીમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે લિસ્ટેડ બુટલેગર ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 1.79 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન બે કારમાં દારૂનું કટિંગ કરતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બુટલેગરના બે મકાન અને બે ગાડીઓની તપાસ કરી હતી. તપાસમાં 324 બોટલ વિદેશી દારૂ અને 146 બિયર ટીન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ મોપેડ પર દારૂની હોમ ડિલિવરી કરતા હોવાની કબૂલાત કરી છે. પોલીસે બે કાર, બે મોપેડ, ચાર મોબાઈલ અને દારૂ સહિત કુલ 9.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ સિલાવરખાન પઠાણ (40), ઇમરાન સિલાવરખાન પઠાણ (35), લિકાયત યુસુફખાન પઠાણ (27), આસિફ સિકંદર નાયક (42) અને સોયબ અતાઉલ્લાખાન પઠાણ (21)નો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી મુર્તાજા ઉર્ફે ફિરોજખાન સિલાવરખાન પઠાણ હજુ ફરાર છે. મહેસાણા એ-ડિવિઝન પોલીસે કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગૃહ વિભાગે પ્રોહિબિશનના કેસોમાં ક્વોલિટી કેસો માટે મોટી રકમના મુદ્દામાલની જોગવાઈ કર્યા બાદ મહેસાણા જિલ્લામાં વિદેશી દારૂના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

સંબંધિત સમાચાર