પાલનપુરના સીટી લાઈટ રોડ ઉપર આવેલી કરિયાણાની દુકાનમાંથી થયેલ ચોરીના સીસીટીવી ફૂટેજ આપવા છતાં પોલીસ ચોરીનો ભેદ ઉકેલવામાં નાકામ રહી છે. જેની સામે આજે વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો. થોડા દિવસ પહેલા કરિયાણાની દુકાનમાં વેપારી બાથરૂમ જવા ગયો તે દરમિયાન અજાણ્યા શખશો એ દુકાન મા ચોરી કરી હતી. એક્ટિવા ઉપર આવેલા શખ્સો દુકાનના ગલ્લામાંથી 20,000 રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. બાથરૂમ જઈ પરત ફરેલા વેપારી એ પોતાના ગલ્લા માં નજર નાખતા પૈસા ગાયબ હતા ત્યારે સીસીટીવી તપાસ કરતા અજાણ્યા શખ્સો આ પૈસા લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વેપારી દીપક પટેલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઈને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ચોરીના મામલે તપાસ હાથ ધરી હતી જોકે ચોરીની ઘટનાને લઈને 20 દિવસ વીત્યા હોવા છતાં પણ હજુ ચોર પકડાયા નથી. ત્યારે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, પોલીસ ને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.. ત્યારે આજે પાલનપુર સીટી લાઈટ રોડ ઉપર વેપારીઓ એકઠા થયા હતા અને આગામી એક સપ્તાહ મા પોલીસ કાર્યવાહી નહિ કરે અને ચોરો ને નહિ પકડે તો જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પહોંચી રજૂઆત કરવામાં આવશે તેવું ભોગ બનનાર વેપારી દિપક પટેલ એ જણાવ્યું હતું.
પાલનપુરમાં સિટીલાઈટ રોડ પર દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નાકામ : વેપારીઓમાં રોષ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા હાઇવે પર અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર યુવકનું મોત
5 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો મોટો ચુકાદો : વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલા લૂંટનાર આરોપીને ત્રણ વર્ષની સજા
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
6 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું
6 કલાક પહેલા
