રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ વિદેસી દારૂ સાથે ઝડપાયો; ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ વિદેસી દારૂ સાથે ઝડપાયો; ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ દારુ સાથે ઝડપાયો છે, ગાંભોઈ પોલીસના પેટ્રોલિંગમાં કોન્સ્ટેબલ ઝડપાયો છે, તો કોન્સ્ટેબલ સંજય સોલંકીની કારમાંથી મળ્યો દારુ અને આ કોન્સ્ટેબલ ચિઠોડા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યો છે, પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત અને પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો છે.ચિઠોડા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાયો છે, ગાંભોઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર ચેક કરી તો કાર દારૂથી ભરેલી હતી અને દારૂ કોઈ બુટલેગર નહી પણ પોલીસ કોન્સ્ટેબલ લઈને આવ્યો છે, ભિલોડાથી ગાંભોઈ તરફ આ કોન્સ્ટેબલ દારૂ ભરીને આવતો હતો અને ઝડપાઈ ગયો છે, સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંભોઈ પોલીસ વાવડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભિલોડા તરફથી ગાંભોઈ તરફ જતી કાર ઉભી રાખી તપાસતા કારની ડેકીમાં દારૂ મળી આવ્યો છે, ચિઠોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સંજયભાઈ સોલંકી પ્રાંતિજ તાલુકાના મૌછા ગામનો રહેવાસી છે, ગાંભોઈ પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, દારૂનો મુદામાલ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર