રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ૨૪મા હપ્તાની સહાય DBT મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરાવી

- સાબરકાંઠા જિલ્લાના ૨.૨૩ લાખ ખેડૂતોને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ

 સાબરકાંઠા જિલ્લામાં કાંકણોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતાં કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાય દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી જમા કરાવી હતી.

આ પ્રસંગે સાંસદ  શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ છે. ખેતીવાડીના ખર્ચમાં ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી દર ચાર મહિને મળતી આર્થિક સહાયથી નાના અને સીમાંત ખેડૂતોને બિયારણ, ખાતર તથા અન્ય ખેતીવાડીની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સહાય મળે છે. જિલ્લાના ૨.૨૩ લાખ ખેડૂતોને આ બે હજારનો હપ્તા તેમના ખાતામાં જમા થશે. 

ખેડૂતો પર કુદરતી આફત કે અન્ય મુશ્કેલી આવે ત્યારે સરકાર હંમેશાં તેમની પડખે ઊભી રહે છે તેમ જણાવતાં તેમણે અગાઉ ભારે વરસાદથી થયેલા નુકસાનના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના સહાય પેકેજનો ઉલ્લેખ કર્યો હતો. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના આશરે ૮૦ હજાર ખેડૂતોને રૂ. ૧૨૫ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લામાં મગફળીની સારી આવક અને બજારમાં પ્રતિ મણ રૂ. ૨,૧૦૦ સુધીના ભાવ મળતા હોવાનો ઉલ્લેખ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મહિલા સશક્તિકરણ અંગે વાત કરતાં સાંસદએ જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન ક્ષેત્રે માતાઓ-બહેનોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રતિ માસ રૂ. ૯૦૦ની સહાય સહિત વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મહિલાઓએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી સરકારી યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે સક્ષમ બનવું જોઈએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ખેડૂતોની સમૃદ્ધિ અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે સૌને સરકારની વિકાસયાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર