પાટણને મળશે આધુનિક ભેટ : 25 માર્ચે 'આઇકોનિક બસ પોર્ટ'નું લોકાર્પણ

આઈકોનિક બસ સ્ટેન્ડ મા ધૂમ્રપાન કરવા કે પાન-મસાલા ખાઈને ગંદકી કરનાર સામે સ્થળ પર દંડનીય કાર્યવાહી કરાશે
અંતે 8 વર્ષ પછી તૈયાર થયેલ પાટણનું નવું "આઇકોનિક બસ પોર્ટ" 25 માર્ચે હર્ષ સંઘવીના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવનાર હોવાનું એસટી વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. વર્ષ 2017માં જેનું ખાતમુહૂર્ત થયું હતું અને કોરોનાને કારણે જે પ્રોજેક્ટ વિલંબમાં બાદ અંતે 8 વર્ષ પછી પાટણનું નવું "આઇકોનિક બસ પોર્ટ" હવે તૈયાર થઈ ગયું હોય લોકો માટે ખુલ્લું મૂકાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા છે.તેવું એસટી વિભાગના રાણકીવાવ સેન્ટ્રલ ઓફિસના અધિકારી એ જણાવ્યું હતુંનવીન બસ સ્ટેશન શરૂ થાય તે પૂર્વે ડેપો વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સંચાલન અને રૂટ પર ટ્રાફિક નિયમન અંગે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ અંગે પાટણ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે નવું બસ સ્ટેશનનું લોકાર્પણ થશે એટલે તરત જ 100 ટકા સંચાલન બસ સ્ટેશન માંથી જ કરાશે.જરૂરી સમય અંતરે બસ લઈને રૂટ ચેક કરી લીધા છે.જેમાં પ્રાથમિક ધોરણે અવર જવર માં રૂટ પર બસ ફેરવી અડચણરૂપ દબાણ દૂર કરી બસ સ્ટેશન વળાંકમાં રસ્તો ખુલ્લો કર્યો હોય બસને વળાંક કે યુ ટર્નમાં મુશ્કેલી સર્જાશે નહીં.સંચાલન શરૂ થયા બાદ કોઈ મુશ્કેલી સર્જાશે તો સંલગ્ન વિભાગો સાથે મળીને નિરાકરણ કરાશે.નવા બસ સ્ટેશનમાં શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર કડક બન્યું છે.જુના બસ સ્ટેશનમાં કે હાલમાં કાર્યરત વૈકલ્પિક બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને ગંદકી બાબતે કોઈ ખાસ પગલાં લેવાતા નથી.પરતું નવા સંકુલમાં સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ ગોઠવ્યા છે.જે ધૂમ્રપાન કરવા કે પાન-મસાલા ખાઈને ગંદકી કરનાર સામે સ્થળ પર જ રૂ.200 થી વધુ દંડનીય કાર્યવાહી કરશે.પાટણ શહેર ટ્રાફિક પીએસઆઇએ જણાવ્યું હતું કે, એસટી ડેપોના કાર્યરતને લઈ જાહેરનામું જે આવશે એની અમલવારી કરાશે. અને શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધુ ડીઆરબીની માંગણી કરાશે.ખાસ કરીને રેલવે સ્ટેશન સ્વામી વિવેકાનંદની પ્રતિમા નજીક બે ટીઆરપી હતા. એની જગ્યાએ ત્રણ ટીઆરપી કરી યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. બાકીનું રૂટ ઉપર બસ કાર્યરત થશે એટલે ઓટોમેટીક ટ્રાફિક કંટ્રોલમાં આવી જશે તેવું તેમણે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
22 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
23 કલાક પહેલા
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
