રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

૨૦ લાખથી વધુનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી લેતી પાટણ એસઓજી પોલીસ ટીમ

૨૦ લાખથી વધુનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી લેતી પાટણ એસઓજી પોલીસ ટીમ
સિધ્ધપુર જીઆઇડીસી માં આવેલ મેટ્રો ઓઈલ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીજ તેલની ફેક્ટરીમાંથી ૨૦ લાખથી વધુનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી લેતી પાટણ એસઓજી પોલીસ ટીમ શંકાસ્પદ તેલના જથ્થા સાથે ૩ શખ્સોની અટકાયત કરી એક શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ: ખાધ સામગ્રી મા ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં કેટલાક લેભાગુ વેપારીઓ સામે કાયદેસરની કાયૅવાહી કરવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે સિધ્ધપુર જીઆઇડીસી માં આવેલ મેટ્રો ઓઈલ એન્ડ ફુડ ઇન્ડસ્ટ્રીજ તેલની ફેક્ટરીમાં પાટણ એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે ઓચિંતો છાપો મારી રૂ. ૨૦ લાખથી વધુનો શંકાસ્પદ તેલના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા જિલ્લામાં ખાધ સામગ્રીમા ભેળસેળ કરતાં ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ- ભુજના ચિરાગ કોરડીયા તથા પાટણ પોલીસ અધિક્ષક  વી.કે.નાયી નાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા અને બનાવટી  તેમજ ભેળસેળવાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના આધારે પાટણ એસ.ઓ.જી. પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગ દર્શન મુજબ એસઓજી પાટણના પોલીસ કર્મચારીઓ પાટણ જિલ્લાના સિધ્ધપુર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સિધ્ધપુર જી.આઇ.ડી.સી ના પ્લોટ નં.-૧૩૩,૧૩૪,૧૩૫ માં આવેલ મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ નામની તેલની ફેક્ટરીમાં શંકાસ્પદ તેલ બનાવે છે. તેમજ આ ફેક્ટરીમાં હાલમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ તેલનો જથ્થો તથા સાધનો પડેલ છે. ટીમે ઉપરોક્ત જથ્થાને હસ્તગત કરી સ્થળ પરથી ભરતભાઇ રમેશભાઈ મોદી,રહે.સિધ્ધપુર શિલ્પ સોસાયટી,મંગાજી ચેલાજી ઠાકોર, રહે.ખોલવાડા સિધ્ધપુર અને સંદિપકુમાર મનુભાઇ રાવળ, રહે. લાલપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળાની અટકાયત કરી વધુ કાર્યવાહી કરવા સારૂ સિધ્ધપુર પો.સ્ટે. ને સોપી  તપાસ સોપવામાં આવી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ની રેડ દરમ્યાન મળી ન આવેલા પરેશગીરી ગૌસ્વામી ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર