રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ26 જૂન, 2026| Super Admin

પાટણ LCBની મોટી સફળતા: કોડધા ગામના મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો

પાટણ LCBની મોટી સફળતા: કોડધા ગામના મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો

રોકડ રકમ રૂ.૪૯,૦૦૦ સાથે કુલ રૂ.૮૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે છ ઇસમોને દબોચ્યા

ઝડપાયેલા આરોપીઓએ અનેક મંદિર ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું

પાટણ એલ.સી.બી ટીમે સમીના કોડધા ગામે થયેલ મંદિર ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રોકડ રકમ રૂ.૪૯,૦૦૦ સાથે કુલ રૂ.૮૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે છ ઇસમોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી. પાટણને સુચના કરતાં પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દ્રારા મિલકત સબંધી અનડીટેક્ટ ગુના શોધી કાઢવા ખાનગી વાહનમા પાટણ ટાઉનમા પેટ્રોલીંગમા હતા. 

દરમ્યાન બાતમી મળેલ કે આજથી પાંચેક દિવસ અગાઉ રાત્રીના સમયે કોડધા ગામ તા.સમી મુકામે આવેલ જોગણી માતાના મંદિરમા થયેલ ચોરીમા સંડોવાયેલ ઇસમો પાટણ કોર્ટ પાછળ શ્રમજીવી ભવાની મસાલા ત્રણ માળીયા બિલ્ડીંગ નજીક હાજર છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે છાપો માંરીને એક મહિલા તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર સહિત છ ઇસમોનેપકડી પાડી પુછપરછ કરતા આજથી પાંચેક દિવસ અગાઉ આરોપી ઠાકોર સોમાજી જેહાજી તથા તેનિ પત્નિ ઠાકોર જોષ્નાબેન સોમાજી તથા તેના દિકરા ઠાકોર અજયજી સોમાજી તથા તેના ભાઇના દિકરા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર તથા જમાઇ ઠાકોર પ્રતાપજી હેમચંદજી નાઓ સાથે મળી હોન્ડા સીટી ગાડી નં.જી.જે.૦૨ બી.પી.૬૧૭૫ ની લઈ રાત્રીના સમયે કોડધા તા.સમી ગામ મુકામે આવેલ જોગણી માતા મંદિરમા પડેલ દાન પેટીમાથી રોકડ રકમ તથા ચાંદીના છતર તથા રાફુ ગામમા આવેલ મોમાઇ માતા મંદિરમા ચોરી કરી.

 માતાને ચઢાવેલ ગાયની મુર્તિ તથા હિચકો ૧૦૦-૧૦૦ ગ્રામનો ચાંદીનો જે તથા દાન પેટી તોડી નિકળેલ રોકડ રકમ ચોરી કરેલ તેમજ આજથી આશરે એકાદ માસ અગાઉ ઠાકોર પ્રતાપજી બળવંતજી તથા તેની પત્નિ ઠાકોર જોષ્નાબેન પ્રતાપજી તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર સાથે મળી સ્પેન્ડર બાઇક નં.જી.જે.૨૪ ડી ૧૦૬૬ નુ લઈ રાત્રીના સુમારે દાદર ગામ મુકામે આવેલ ચામુંડ માતા તથા સિકોતર માતાના મંદિરમાથી ચાંદીના છતર તથા દાનપેટી માથી રોકડની ચોરી કરેલ તેમજ દાદર ગામની કેનાલ અંદરના ભાગે આવેલ ખેતરમા બુટ ભવાની માતા મંદિરમા ચાંદીનુ બાઇક અને જીભની ચોરી કરેલ તથા નેળીયાના ભાગે ખેતરમા આવેલ જોગણી માતાના મંદિર માથી છતર ચાંદીના તથા દાનપેટીમાથી રોકડ રકમ ચોરી કરેલ હતી.અને ખાખલ ગામમા જોગમાયા તથા ગોગા મહારાજ તથા સિકોતર માતા મંદિરમાથી ચાંદીના છતર દાનપેટીના રોકડ રકમ ની ચોરી કરેલ જે મંદિર ચોરીનો ચાંદીનો મુદ્દામાલ અલગ અલગ સમયે ઉંઝા મુકામે રહેતા સોની કમલેશભાઇ ભરતભાઇ તથા ક્રુપાલી કમલેશભાઇ સોનીને વેચાણ આપી રોકડ રકમ મેળવેલની કબુલાત કરતા ટીમે તમામ ઇસમો પાસેથી મંદિર ચોરી કરી મેળવેલ ચાંદીના દાગીના વેચાણ આપી આવેલ રોકડ રકમ પૈકી રૂ.૪૯,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦તથા મો.સા. નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૮૪,૦૦૦ નો મુદ્દામાલ  કબ્જે કરી આરોપીઓની અટક કરી પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાર્યવાહી સારૂ સમી પો.સ્ટે.ને સોપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

પકડાયેલ આરોપીઓમાં

(૧) સોમાજી જેહાજી ઠાકોર (હેમાસીયા) (૨) જોષ્નાબેન સોમાજી ઠાકોર (હેમાસીયા) (૩) અજયજી સોમાજી ઠાકોર (હેમાસીયા)

રહે મુળ નોખા ગામ ઠાકોરવાસ તા.દિયોદર જી.થરાદ હાલ રહે પાટણ શહેર કોર્ટ ની પાછળ શ્રમજીવીભવાની મસાલા ત્રણ માળીયા પાસે ઠાકોર વિષ્ણુજીના મકાનમા તા.જી.પાટણ(૪) પ્રતાપજી હેમચંદજી ઠાકોર (ઉણેચા) રહે મુળ ફોરણા કોટડા ગામ ઠાકોરવાસ મેલડી માતાના મંદિર પાસે તા.દિયોદર જી.થરાદ હાલ રહે રણુજ ગામ નરેશભાઇ પટેલ ના તબેલા ઉપર તા.જી.પાટણ (૫) કમલેશભાઇ ભરતભાઇ સોની રહે ઉંઝા દરજી ચકલા તા.ઉંઝા જી.મહેસાણા અને (૬)કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. જયારે ગુનામાં સંડોવાયેલા અને 

પોલીસ પકડથી દુર એવા

(૧) પ્રતાપજી બળવંતજી ઠાકોર રહે દાદર ગામ તા.સમી જી.પાટણ (૨) જોષ્નાબેન પ્રતાપજી ઠાકોર રહે દાદર ગામ તા.સમી જી.પાટણ (૩) સોની ક્રુપા ઉર્ફે ક્રુપાલી કમલેશભાઇ સોની રહે ઉંઝા દરજી ચકલા તા.ઉંઝા જી.મહેસાણા ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર