રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ4 જૂન, 2026| Super Admin

પાટણમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' 8 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

પાટણમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' 8 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

25 ટીમોએ 68 સ્થળોએ તપાસ કરી,ગેરકાયદે વસવાટ કરતા બાગલાદેશી ગોતી કાઢ્યા

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ મોટી કાર્ય

વાહી કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત કુલ 8 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ DySP પરેશ રેણુકાએ આ અંગે માહિતી આપી હતી.બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને  પાટણ SPના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન તપાસ અભિયાન ચલાવાયું હતું. આ માટે પાટણ LCB, SOG, પેરોલ ફર્લો સહિત જિલ્લાની 25 ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લાના 68 જેટલા સંભવિત લોકેશન પર તપાસ હાથ ધરી હતી.સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં 15 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા.વિગતવાર પૂછપરછ બાદ, બુધવારે 6 અને  મોડી રાત્રે વધુ 2 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થતાં કુલ 8 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. 

ઝડપાયેલ આ મહિલાઓ જુદા જુદા સમયે ભારતમાં પ્રવેશ કરીને ગુજરાતના અલગ અલગ શહેરોમાં આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ઓળખકાર્ડ બનાવીને ગેરકાયદેસર વસવાટ કરતી હતી.પકડાયેલા શખ્સો પૈકી કેટલાક ટૂંકા સમયથી તો કેટલાક લાંબા સમયથી પાટણ જિલ્લામાં વસવાટ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેઓ કયા માર્ગે અને કોની મદદથી અહીં આવ્યા તે અંગેની તમામ હકીકતો હવે ડિટેલ ઇન્ટ્રોગેશન બાદ સ્પષ્ટ થશે.આગામી સમયમાં અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ તમામ શખ્સોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. પોલીસ દ્વારા મક્કમતા દર્શાવવામાં આવી છે કે જિલ્લામાં હજુ પણ જો કોઈ બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદેસર રીતે રહેતો હશે તો તેને શોધી કાઢીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેગ્સ:#patan#Bangladeshis

સંબંધિત સમાચાર