રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઉત્તર ગુજરાતને મળશે મોટું નજરાણું: જૂનાડીસા ખાતે 542 કરોડના ખર્ચે એશિયાની પ્રથમ 'ડેઝર્ટ ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી' બનશે

ઉત્તર ગુજરાતને મળશે મોટું નજરાણું: જૂનાડીસા ખાતે 542 કરોડના ખર્ચે એશિયાની પ્રથમ 'ડેઝર્ટ ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી' બનશે

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી પ્રોજેક્ટને મંજૂરી મળી,

​103 હેક્ટર જમીનમાં 83 પ્રજાતિના 2,700 થી વધુ દેશી-વિદેશી પ્રાણી-પક્ષીઓનું આશ્રય સ્થાન બનશે

​પ્રવાસન, વન્ય જીવ સંરક્ષણ અને સ્થાનિક સ્તરે રોજગારીને મોટો વેગ મળશે

ઉત્તર ગુજરાતના વન્ય જીવન પર્યટનને વૈશ્વિક નકશા પર સ્થાપિત કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના જૂનાડીસા ખાતે પ્રસ્તાવિત 'ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી'ને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટને એશિયાના પ્રથમ રણ-થીમ આધારિત 'ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી' અને વિશ્વ કક્ષાના રણ-થીમ ધરાવતા પ્રાણી સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

​ગુજરાત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રોજેક્ટ જૂનાડીસા ખાતે આશરે 103 હેક્ટર સરકારી જમીન પર રૂ.542.14 કરોડના અંદાજિત ખર્ચે સાકાર થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝુ ઓટોરિટીની કડક માર્ગદર્શિકા અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ઓથોરિટી તરફથી લીલી ઝંડી મળતાં હવે કામગીરી ઝડપથી આગળ વધશે.

​ડીસા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ પ્રોજેક્ટની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સુવિધામાં અંદાજે 83 જેટલી પ્રજાતિઓના 2,700થી વધુ દેશી તેમજ વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ રાખવાનું આયોજન છે. મુલાકાતીઓ માટે આ માત્ર મનોરંજન કે સફારી પૂરતું સીમિત નહીં રહે, પરંતુ એશિયાનો આ અનોખો રણ-આધારિત વન્ય જીવ અનુભવ બની રહેશે.રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર પરંપરાગત પ્રાણી સંગ્રહાલય પૂરતો મર્યાદિત નથી પણ એક બહુહેતુક વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર તરીકે કાર્ય કરશે. જેમાં

​સંરક્ષણ સંવર્ધન વન્યજીવન બચાવ અને પુનર્વસન ​પર્યાવરણીય શિક્ષણ અને વૈજ્ઞાનિક અર્થઘટન ​જેવા મહત્ત્વના વિભાગો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારીના નિર્માણથી બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઇકો-ટુરિઝમનો વિકાસ થશે, જેનાથી સ્થાનિક કક્ષાએ વેપાર- રોજગારની નવી વિપુલ તકો ઊભી થશે.

સંબંધિત સમાચાર