રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2026| Super Admin

નવા બટાકાનું આગમન : ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો શુભારંભ

નવા બટાકાનું આગમન : ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો શુભારંભ
પ્રથમ દિવસે ૫ હજાર કટ્ટાની આવક સાથે પ્રતિ મણ ભાવ ૬૫ થી ૧૭૧ સુધીના મળ્યા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મુખ્ય માર્કેટયાર્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ડીસા પંથકમાં નવા બટાકા કાઢવાની શરૂઆત સાથે જ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો મંગળવારે વિધિવત શુભારંભ થયો હતો. બટાટા નગરી તરીકે જાણીતા ડીસા શહેર અને આસપાસના વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને અષાઢુ વાવેતર કરાયેલા બટાકા બજારમાં આવવા લાગતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી મુખ્ય માર્કેટયાર્ડમાં જાહેર હરાજીની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે કુલ ૫૦૦૦ કટ્ટા (બોરી)ની આવક નોંધાઈ હતી. બટાકાના ભાવ પ્રતિ મણ (20 કિલો) રૂપિયા ૬૫ થી ૧૭૨ સુધી બોલાયા હતા મોંધવારી ની સામે બટાટા ના ભાવ  ખેડૂતો માટે સામાન્ય ગણાઈ રહ્યા છે ભાવ માં થયેલા ઘટાડાને લઈ ખેડૂતો માં પણ ચિંતા જણાઇ રહી છે જોકે આગામી સમયમાં બટાટા ના ભાવ સુધરશે તેની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ માં હરાજીના પ્રારંભ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, એ.પી.એમ.સી. સેક્રેટરી અમૃતભાઈ જોષી, ડિરેક્ટરો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત શ્રી વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં નિયમિત શાકભાજી બજાર ભરાય છે, પરંતુ બટાકાની સિઝનમાં આવક વધુ રહેતી હોવાથી ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષે ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી માટે વિશેષ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મંગળવારે શરૂ થયેલી હરાજી પહેલા બટાકાના કટ્ટાઓ પર ફુલહાર અને અગરબત્તીથી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ એકબીજાને મીઠું કરાવી શુભેચ્છા પાઠવી જાહેર હરાજીનો પ્રારંભ કરાયો હતો. આવનારા દિવસોમાં બટાકાની આવકમાં વધારો થવાની શક્યતા છે, જેથી બજારમાં રોનક વધશે અને ખેડૂતોને પોતાના ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ નોંધપાત્ર આવક દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં નવા બટાકાની આવકની શરૂઆત થતા જ પ્રથમ દિવસે ૫ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી. મંગળવારે શરૂ થયેલી હરાજીમાં ખેડૂતોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં બટાકાની નવી આવકમાં સતત વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્કેટયાર્ડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને પોતાના માલના વેચાણમાં સરળતા રહે અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠામાં 64,948 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું રવિ સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં રાયડાના વાવેતરનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે, પરંતુ તેની સાથે બટાકાનું પણ 64,948 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી બટાકા માટેનું વાતાવરણ અનુકૂળ રહ્યું હોવાથી ઉત્પાદન સારું રહે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ઉત્પાદનના પ્રમાણ અને બજારભાવ પર સમગ્ર જિલ્લામાં ખેડૂતો તથા વેપારીઓની નજર મંડાયેલી છે.  

સંબંધિત સમાચાર