હરાજીમાં ઊંચો ભાવ પડ્યો : ઊંઝા ગંજબજારમાં નવા જીરાની આજથી શરુઆત થઈ છે. ગોંડલ પંથકમાંથી આવેલ નવા જીરાની આજે હરાજી યોજાઈ હતી. નવા ગંજબજાર ખાતે યોજાયેલ જીરાના મુહૂર્તમાં મણે ભાવ રૂ 22,222 નો ઊંચો પડ્યો હતો. જેને લઈ ઊંઝા ગંજબજારમાં આજથી નવા જીરાની આવકની શરુઆત થઇ છે. ઊંઝા ગંજબજારમાં આજથી નવા જીરાની આવકનો પ્રારંભ થયો છે. નવા ગંજબજાર ખાતે સિઝનના નવા જીરાની આવકનું મુહર્ત થયું હતું. જેમાં મુહૂર્તની હરાજીમાં રૂ 22222 જેટલા ઊંચા ભાવ બોલાયા હતા. નવા જીરાની આવક થતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ગોંડલ પંથકમા જીરાનું વાવેતર ખુબજ વહેલું થાય છે. આથી જીરાનું દર વર્ષે જાન્યુઆરી મહિના દરમિયાન મુહૂર્તની હરાજી કરવામાં આવે છે. આજરોજ ઊંઝા ગંજબજારમાં નવા ગાંડલ પંથકમાંથી આવેલ ખેડૂતોને માલનો મુહૂર્તનો સોદો રૂ 22,222 નો ભાવ પડ્યો હતો.
ઊંઝા ગંજબજારમાં નવા જીરાનો મુહર્તનો મણે ભાવ રૂ 22, 222નો પડ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
13 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
