ઊંઝા શહેરમાં અવિ બેંગલોઝના મકાન નંબર 76 આગળ પાર્ક કરેલી ₹60,000ની કિંમતની મોટર સાઇકલની ચોરી થઈ છે. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના ભૂપતજી મેલાજી ઠાકોર હાલ ઊંઝાના અવિ બેંગલોઝના મકાન નંબર 76 ખાતે રહે છે. ભૂપતજી ઠાકોરે તેમની કાળા કલરની હીરો કંપનીની મોટર સાઇકલ, જેની કિંમત ₹60,000 છે, તે 13 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરી હતી. કોઈ અજાણ્યો ઇસમ આ મોટર સાઇકલ ચોરી કરીને લઈ ગયો હતો. ચોરી થયા બાદ શોધખોળ કરવા છતાં મોટર સાઇકલ ન મળતા, ભૂપતજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝામાં ઘર આગળથી મોટરસાઇકલની ચોરી : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણાTAT HS પરિણામ સામે રોષ: પુનઃમૂલ્યાંકનની માંગ સાથે મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવાયું
1 દિવસ પહેલા
મહેસાણાલોકસભા અધ્યક્ષ વડનગરની મુલાકાતે : ઐતિહાસિક વારસાની મુલાકાત લીધી
1 દિવસ પહેલા
મહેસાણાઉંઝાની વિદ્યાર્થીની વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં રાજ્ય કક્ષાએ પસંદગી
1 દિવસ પહેલા
મહેસાણાઉમિયા માતા મંદિર પાસે કાર ભડભડ સળગી, રહેણાંક મકાનમાં દીવાની જ્યોતથી આગ પ્રસરી
2 દિવસ પહેલા
