સાબરના દૂધ ઉત્પાદકોમાં આનંદની લહેર શામળભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળ દ્વારા સાબરદાણના ભાવમાં બોરી દીઠ રૂ।.૫૦ ના ઘટાડાનો નિર્ણય “સહકારથી જ સમૃધ્ધિ”નું લક્ષ્ય, ભાવ ઘટાડાથી દૂધ ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચમાં થશે ઘટાડો ખર્ચમાં બચત, વધશે વળતર ભાવ ઘટાડાથી દૂધ ઉત્પાદકોને માસિક અંદાજિત રૂ।.૨.૫ કરોડની આર્થિક બચત દાણમાં ભાવઘટાડાનો અમલ તા.૨ જુલાઈથી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે સાબરદાણના ભાવમાં રૂ 50નો ઘટાડો કરવાનો નિર્ણય આજે લીધા બાદ તેનો અમલ આવતીકાલથી થશે.જે મુજબ 65 કીલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું છે. આ નવા ઘટાડેલા ભાવનો અમલ આજથી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીના ચેરમેને વાતચીતમાં જણાવ્યું હતું. દરમ્યાન સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેના સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય છે. જોકે આ નવીન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંદાજે 30 હજાર ટન દૈનિક હોવાથી ભવિષ્યમાં સાબરદાણની માંગમાં વધારો થાય તો પણ અન્ય સ્થળેથી દાણ મંગાવવાની નોબત નહીં આવે તે આશયથી જ અગાઉથી જ પ્લાન્ટની ક્ષમતા વધારી દેવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરદાણના ભાવમાં ઘટાડો કરી દૂધ ઉત્પાદકોને અપાઈ રાહત; બોરી દીઠ 50ના ઘટાડાનો નિર્ણય

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Community Impact#Local Agriculture#Agricultural Support#economic relief#Dairy Industry#Cost Savings#Milk Producers#Price Reduction#Sabardan#Sabar Dairy#Sabarkantha-Aravalli District#Grain Pricing#Production Capacity#Implementation Date
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
3 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
