રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
મહેસાણા6 જૂન, 2026| Super Admin

મહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: ચોરીના બે બનાવોમાં ૯ આરોપીઓ ઝડપાયા

મહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: ચોરીના બે બનાવોમાં ૯ આરોપીઓ ઝડપાયા

મહેસાણા તાલુકા પોલીસે તાજેતરમાં બે અલગ-અલગ ચોરીના બનાવોનો સફળતાપૂર્વક ભેદ ઉકેલીને કુલ નવ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને પરિણામે પાલાવાસણા ચોકડી પાસેથી રિક્ષામાં મુસાફરી કરી રહેલા દંપતીની સોનાની ચેઈન ચોરનાર ટોળકી અને જગુદણ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાંથી લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર શખ્સો કાયદાની ચુંગાલમાં આવી ગયા છે.

પ્રથમ બનાવમાં, ગત ૨૦મી મેના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતું દંપતી રિયાબેન અને માર્મિકભાઈ પાલાવાસણાથી જગુદણ જવા માટે રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રિક્ષાચાલક અને તેના અન્ય ત્રણ સાગરીતોએ ચાલાકીપૂર્વક પર્સમાંથી ૧.૦૫ લાખની કિંમતની સવા તોલાની સોનાની ચેઈન સેરવી લીધી હતી અને દંપતીને અધવચ્ચે ઉતારી દીધા હતા. આ અંગે ગુનો નોંધાતા પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી અમદાવાદના ત્રણ રીઢા ગુનેગારો તૌફીક મનસુરી, મોહમદ રઈશ અને અનીસ શેખને દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલો દાગીનો અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઝડપાયેલા ત્રણેય શખ્સો અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

બીજી ઘટનામાં, ૧૪મી મેના રોજ વહેલી પરોઢે જગુદણ સીમમાં આવેલી જ્હોન એનર્જી લિમિટેડ કંપનીના સ્ટોરરૂમમાંથી ૫.૧૬ લાખથી વધુની કિંમતના ૧૦૯ મીટર ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હતી. મેનેજરની ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે બાતમીના આધારે શિવાલા સર્કલ નજીક વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ ઈકો કારને આંતરી હતી. કારમાં તલાશી લેતા તેમાંથી તાંબાના વાયરનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે કમલેશજી, રોહિતજી, વિશાલજી, દેવરાજજી, માનાજી અને કનુજી નામના છ સ્થાનિક શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ તમામની પાસેથી ૭૦ કિલો તાંબાનો વાયર, ઈકો કાર તેમજ મોબાઈલ ફોન સહિતનો સામાન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#Mehsana Police

સંબંધિત સમાચાર