રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા; થોળ રોડ પાસે અકસ્માત ટ્રક પલટી ખાઈ ગઈ જાનહાની ટળી

મહેસાણા; થોળ રોડ પાસે અકસ્માત ટ્રક પલટી ખાઈ ગઈ જાનહાની ટળી
કડીના થોળ રોડ ઉપર આવેલ રાજા એવન્યુ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોયાબીન ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક નંબર GJ 31 Z 7952 કપડવંજથી કડીના થોળ રોડ પર આવેલ અંબુજા ફેક્ટરીમાં સોયાબીન લઈને જઈ રહી હતી. હાઇવે પરથી થોળ રોડ તરફ વળતી વખતે અચાનક ટ્રક અનિયંત્રિત થઈ ગઈ હતી. ટ્રકે પહેલા દિવાલ અને ઇલેક્ટ્રીક થાંભલાને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે દિવાલ અને ઇલેક્ટ્રીક થાંભલો જમીનદોસ્ત થઈ ગયા. ત્યારબાદ ટ્રકે રસ્તા પર રહેલી પકોડીની લારીને પણ અડફેટે લીધી અને અંતે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માત છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટ્રક હાઇવેથી થોળ રોડ પર આવતી વખતે અચાનક અનિયંત્રિત થઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર